________________
૧૧૭
श्रीकुमारविहारशतकम्
स्वच्छेंदुग्राववेद्यां विचकिलरुचयः स्वर्णवर्णाः सुवर्णस्तंभाभ्यर्णेषु नीलोपलतटनिकरे' बर्हिणस्कंधभासः । साम्राः सूर्याश्मभाभिः करिषु च चकिता विस्मिताः पुत्रिकाभिर्यव्याख्यावेश्मरंगे दधति नटभटीपाटवं पूः पुरंध्यः || १०५ ||
...
अवचूर्णि:- स्वच्छेंदुग्राववेद्यां विचकिलरुचयः स्वर्णस्तंभाभ्यर्णेषु स्वर्णवर्णाः नीलोपलतटनिकरे बर्हिणस्कंधभासः सूर्याश्मभाभिः सास्राः सबाप्पाः च पुनः करिषु चकिताः पुत्रिकाभिः विस्मिताः पूः पूरंध्यः नटभटीपाटवं दधति धरंति । मल्लिका स्याद्विचकिलः । तटं तीरं । बर्हिणो मयुरस्य स्कंधो રાત: | પૂ:પુરૂંધ્ય: નારનાર્થ: ||||
I
ભાવાર્થ - સ્વચ્છ એવા ચંદ્રકાંત મણિઓની વેદિકાને વિષે મલ્લિકાનાં પુષ્પ જેવી કાંતિવાળી, સુવર્ણના સ્તંભની સમીપ સુવર્ણી રંગવાળી, નીલમણિના તટ પાસે મયૂર પક્ષીના ગળાના જેવી કાંતિવાળી, સૂર્યકાંત મણિની કાંતિઓથી નેત્રમાં અશ્રુવાળી થતી, હાથીઓનાં ચિત્રોને લઈને ભય પામતી અને પુતળીઓથી વિસ્મય પામતી નગરની સ્ત્રીઓ જે ચૈત્યની વ્યાખ્યાનશાળાની રંગભૂમિ ઉપર નટડીઓના ચાતુર્યને ધારણ કરતી હતી. ૧૦૯
વિશેષાર્થ - આ શ્લોકથી ગ્રંથકાર કુમારવિહાર ચૈત્યની પાસે આવેલી વ્યાખ્યાનશાળાનું વર્ણન કરે છે. તે વ્યાખ્યાન-શાળાને રંગભૂમિનું અને તેની અંદર આવતી સ્ત્રીઓને નટડીઓનું રૂપક આપે છે. નટડીઓ જેમ વિવિધ વર્ણના વેષ પહેરી રૂદનનો, ભયનો અને વિસ્મયનો દેખાવ કરે છે તેમ તે વ્યાખ્યાનશાળામાં નગરની સ્ત્રીઓનો તેવો દેખાવ થતો હતો. તે સ્ત્રીઓ ચંદ્રકાંતમણિની વેદીની સમીપ રહેવાથી, મલ્લિકાના પુષ્પના જેવા ધોળા વર્ણને ધારણ કરતી હતી. ૧,૨ A નિફ્ટે I