SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकुमारविहारशतकम् હતા, તે અવસરે મહારાજા કુમારપાલની પ્રાર્થનાથી તેમણે અષ્ટ નમસ્કારાત્મક આઠ કાવ્યની યોજના કરી હતી. અને એકસો આઠ શ્લોકોથી તે પ્રાસાદનું વર્ણન કર્યું હતું.'' ... XI આ પ્રમાણે અવસૂરિકાર શ્રી વિબુધોત્તમ સુધાભૂષણગણી અવસૂરિના આરંભમાં ગ્રંથકારનો વૃત્તાંત આપે છે અને આ શતક કાવ્ય ઉપર થયેલી પોતાના હૃદયની પ્રસન્નતા પ્રગટ કરે છે. મહાનુભાવ શ્રી વિબુધોત્તમ સુધાભૂષણગણી શ્રી સોમસુંદરસૂરિના પરિવારમાં ઉત્પન્ન થયેલા છે અને તેમણે આ કાવ્યપર અવસૂરિ બનાવી અભ્યાસીઓની ઉપર મહાન ઉપકાર કરેલો છે. એકંદર મહાનુભાવ રામચંદ્રગણીએ આ શતકમાં જે કવિતાનું સૌંદર્ય દર્શાવ્યું છે, તે આખા જૈન સાહિત્યનું ઉચ્ચ સ્વરૂપ છે. પદ અને અર્થનું લાલિત્ય એટલું બધું ઉત્તમ છે કે, તેને સમજનારા સહૃદયને પૂર્ણ રસ ઉપજાવે છે અને રહસ્યમાં ઉતરતાં ચિત્તને લીન કરે છે. જેનામાં પ૬ની પ્રસન્નતા હોય, અને નવીન નવીન અર્થ ઉઠતા હોય, એવી કવિતા કે જેમાં તાદશ ચિત્ર સમાન ચિત્ર આલેખ્યું હોય, તેવી ઉત્તમ કવિતા આ શતકમાં આવંત જોવામાં આવે છે. તેને માટે મહાનુભાવ રામચંદ્રગણીને પૂર્ણ ધન્યવાદ ઘટે છે. છેવટે આ પ્રસંગે અમારે જણાવવું જોઈએ કે, ભારતવર્ષના મહોપકારી સ્વર્ગસ્થ શ્રી વિજયાનંદસૂરિ (આત્મારામજી મહારાજ)ના પ્રશિષ્ય મહામુનિશ્રી હંસવિજયજી મહારાજ તથા તેમના અનુયાયી પંન્યાસ શ્રી સંપતવિજયજી મહારાજની ખાસ પ્રેરણાથી અને સહાયથી આ ગ્રંથ પ્રગટ કરવાને અમે શક્તિમાન થયા છીએ. તે મહાનુભાવે કેટલીએક શુદ્ધ પ્રતો મેળવી આપી હતી, એટલુંજ નહીં પણ આ ગ્રંથની ...
SR No.023186
Book TitleKumarvihar Shatakam
Original Sutra AuthorN/A
AuthorRamchandragani, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy