________________
श्रीकुमारविहारशतकम्
अस्तानुषंगान्यपि क्षिप्तसंगान्यपि । अंगकंडूविनोदं सुरतविनोदं । मिथुनानि पुंस्त्रीयुग्मानि ॥६५॥
ભાવાર્થ - જે ચૈત્યની અંદર આવેલા સ્ત્રી પુરૂષોનાં જોડલાં અતિ આસક્ત એવા સાત્વિક ભાવ વડે અનિર્વચનીય એવી આતુરતાને પામેલા પણ પાસે જતા આવતા લોકોની શરમને લઈને પરસ્પર સાક્ષાત્ સંગને નહિં પામેલા, તથાપિ નિર્મળ સ્ફટિક મણિની શિલાના ખંભમાં પડેલા પરસ્પર પોતાના પ્રતિબિંબોને આલિંગન કરી કરી પોતાના શરીરની ખુજલીનો વિનોદ કરે છે. ૬૫
વિશેષાર્થ - તે કુમારવિહાર ચૈત્યની અંદર આવતા સ્ત્રી પુરૂષોના જોડાં સાત્વિક ભાવ ઉત્પન્ન થવાથી આતુર થઈ જતાં પણ ત્યાં નજીક જતા આવતાં લોકોની શરમને લઈને તેઓ પરસ્પર સાક્ષાત્ મળતા ન હતા; તથાપિ ત્યાં જડેલી સ્ફટિકમણિની નિર્મળ શિલાના સ્તંભમાં તેમના પ્રતિબિંબો પડતાં હતાં, તે પ્રતિબિંબોને આલિંગન કરી કરી તેઓ પોતાના શરીરની ખુજલીનો - ભોગનો વિનોદ લેતા હતા. આ ઉપરથી તે ચૈત્યમાં સ્ફટિકમણિઓની સમૃદ્ધિ દર્શાવી છે. ૬૫ भित्तिस्तंभप्रकोष्टान् स्फुटरुचिपटलीमैत्र्यरोचिष्णुदेहान् चक्षुःसांमुख्यभाजः प्रतिनिधितरलान् सादरं वीक्षमाणः । कोणादिच्छादितानामपि मुदममुदं तुष्टरुष्टाननानां यस्मिन् गंधर्वलोकः कलयति बहिरप्यासितो मध्यगानाम् ॥६६॥
____ अवचूर्णिः- यस्मिन् प्रासादे स्फुटरुचिपटलीमैत्र्यरोचिष्णुदेहान् चक्षुःसांमुख्यभाजः प्रतिनिधितरलान् भित्तिस्तंभप्रकोष्टान् सादरं वीक्षमाणः बहिरपि आसितो गंधर्वलोकः कोणादिच्छादितानामपि तुष्टरुष्टाननानां मध्यगानां पुरुषाणां मुदं अमुदं कलयति जानाति । प्रकोष्टान् कोणान् । प्रतिनिधिः प्रतिबिंब' । स्फुटरुचिपटल्या मैत्र्यं सूर्यत्वं तद्वद्रोचिष्णुदेहान् ॥६६॥ ? A - પ્રતિબિંબ: |