SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकुमारविहारशतकम् (x) વળી આથી સર્વને સવિશેષ સાનંદાશ્ચર્ય થશે કે આ મહાનુભાવ શ્રી રામચંદ્રગણી કવીશ્વરે પોતાના નિર્માણ કૌશલ્યથી શણગારેલા અને સાક્ષરો અને પ્રાકૃતો સર્વના મનને રંજન કરનારા બીજા એકસો ગ્રંથો રચેલાં છે. તેઓમાં નિર્ભય ભીમવ્યાયોગ, રઘુવિલાસ નાટક, દ્રવ્યાલંકાર, રાઘવાળ્યુદયમહાકાવ્ય, યાદવાલ્યુદયમહાકાવ્ય અને નવવિલાસ મહાકાવ્ય આદિ ઘણાં ગ્રંથો પ્રખ્યાત છે. મહાનુભાવ રામચંદ્રગણીનું જીવનવૃત્ત જાણવા જેવું હશે, પણ તેમની સાંસારિક સ્થિતિનો ઈતિહાસ યથાર્થ રીતે જાણવામાં આવી શક્યો નથી, માત્ર તેમની ચારિત્રાવસ્થાનો કેટલોએક વૃત્તાંત આ પ્રમાણે ઉપલબ્ધ થઈ શક્યો છે. મહાનુભાવ રામચંદ્રગણી વિક્રમના બારમા સૈકાના અંતથી તે તેરમા સૈકાના આરંભ સુધીમાં વિદ્યમાન હતા. તેઓ કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિના પ્રખ્યાત શિષ્ય હતા. તેમને ‘પ્રબંધ શતક કરૂં એવું બિરૂદ મળ્યું હતું. તેમની વ્યાખ્યાન કરવાની શક્તિ સર્વોત્તમ હતી અને તેથી તેઓ લોકપ્રિય થઈ પડ્યા હતા. ગુર્જરપતિ જૈન મહારાજા શ્રી કુમારપાલે અણહિલપુર પાટણમાં પોતાના પિતાશ્રી ત્રિભુવનપાલના નામથી રચાવેલા પ્રાસાદની અંદર શ્રી હેમચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુને અષ્ટ નમસ્કારાત્મક સ્તવન રૂ૫ વસ્તુ સ્વરૂપને ઉદ્દેશીને તે મહાનુભાવે આ અદ્ભુત કાવ્ય લેખની યોજના કરેલી છે. અને તેની અંદર તે કુમારવિહાર-ચૈત્યની અદ્ભુત શોભાનું ચમત્કારી વર્ણન આપેલું છે. કે કેટલેક સ્થળે અમર્યાદ અતિશયોક્તિ દર્શાવેલી છે, તથાપિ કવિતાના ઓજ, પ્રાસ વિગેરે ગુણોને લઈને અને એક ઉત્તમ કવિઓના સંપ્રદાયને લઈને તે અતિશયોક્તિ સહૃદય વિદ્વાનોના હૃદયને આકર્ષક અને વસ્તુ સ્વરૂપની પોષક બનેલી છે.
SR No.023186
Book TitleKumarvihar Shatakam
Original Sutra AuthorN/A
AuthorRamchandragani, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy