________________
| જિનરાજસ્તોત્રમ્ પુસ્તક મળ્યું છે. તમારી પ્રતિભાના ચમકારા આમાં છે અને તમે સ્વગુણોપાર્જિત કવિપદ પ્રાપ્ત કરી ચૂક્યા છો એની સાબિતી પણ છે. તમારી સંસ્કૃતભાષા પરની હથોટી આનંદ અને ગૌરવની અનુભૂતિ કરાવી જાય છે.
પૂ. ઉપા. શ્રી ભુવનચંદ્રજી મ.
'जिनराजस्तोत्रम्' इति ग्रन्थरत्नम् समुपलब्धम् । शतशः साधुवादाः ।
पूज्या: पं.प्र.श्रीमुक्तिचन्द्रविजयाः पूज्याः पं.प्र.श्रीमुनिचन्द्रविजयाः
“જિનરાજ સ્તોત્રમ્' અંગે શું લખાય ?
ટીકાના વિવરણ વિના સમજી ન શકાય તેવા અતિ અતિ અદ્ભૂત કાવ્યની રચના તમે કરી છે ? કે ખરેખર સરસ્વતી માતાએ તમારા મગજ - કલમ પર આસન જમાવી પૂર્વકાળના કાંક વિરલ-અદ્ભુત કાવ્ય રચનાકાર મહાપુરુષની યાદ અપાવી છે?
જરાય આવું ન મૂકાય અને અત્યારના કાશી જેવા જ્ઞાનનગરના પંડિતોને ચેલેંજ આપી શકાય તેવી અદ્ભુત તમારી કાવ્યરચના છે.
ખૂબ ખૂબ ધન્યવાદ - અનુમોદના તમારી આ કાવ્યશક્તિની....
પૂ.પં.પ્ર.શ્રી નંદીભૂષણ વિ.જી ગણી
જિનરાજ સ્તોત્ર મળ્યું. કમાલ..કમાલ...કમાલ.. આટલી બધી નાની ઉંમર... માત્ર ૭ વર્ષના નાના દીક્ષા પર્યાયમાં સખત, સતત અને સરસ પરિશ્રમ કરવા દ્વારા સ્તોત્રનું સર્જન કર્યું છે. શ્રમણ-શ્રમણી સમુદાયમાં પ્રશંસનીય બન્યું છે. આદરણીય બન્યું છે. તમારું શ્રુતસર્જનનું કાર્ય વિઘ્ન વિના, વિલંબ વિના સતત ચાલતું રહો.
પૂ. મુનિશ્રી કલ્યરક્ષિત વિ.જી મ.
सम्प्राप्तं जिनराजस्तोत्रम्, अत्र विजृम्भितः कविवैदुष्यविलासः, मुखरितो भक्तिप्राग्भारः, परम्पराऽनुकूला कल्पना, सरलाऽर्थरचना, रसपूर्णः शब्दस्तोक एवमेकाक्षरी-कृतये यदपेक्ष्यते तदुपपन्नमिति सुन्दरेयं कृतिः।
कृत्यतया भवान् भवतो गुरुपरम्परा समुदायश्च निःशङ्कगौरवमण्डिता भविष्यन्ति । भवतो बुद्धिदीपस्य कान्तिरभितोवर्धतान्तया च रोचिष्णुकाव्यवर्तुलाः प्रत्यग्रं प्रसुवतामित्याशासे
पूज्याः श्रीहितवर्धनविजयाः
अर्हत्स्तोत्रम्
૧૮