________________
રુચિરા
હે વિનયભાવવાન યાચક ! તું ભિન્ન-ભિન્ન પ્રકારનાં અનેકાનેક અભિગ્રહોને કરનારા (ત્યાગનાં સમુદ્ર), ત્યાગનાં ભાવને આપનારા, શ્રેષ્ઠ, સંસારમાં કલ્પવૃક્ષસમાન, વાયુની જેમ સર્વત્ર જેઓને યશ ફેલાયેલો છે તેવા, ચંદ્રસમાન પ્રભાવાળા, પ્રશસ્ય દાનને આપનારા, રક્ષક, સંસારરૂપી સાગરથી તારનારા, ઐશ્વર્યવાન, દાતા શ્રીકુંથુનાથ ભગવાનની અર્ચના
કર. || ૧૯ ||
१२२
जिनेन्द्रस्तोत्रम्