________________
યત્કિંચિત
“વ: ઉતિ વ ર #તિ.”
મારે વજસ્વામીજીને મળવું છે. ક્યાં મળશે? બહાર ચોકમાં રમતા એક બાળમુનિને એક ભાઈએ પૂછ્યું...
બાળમુનિએ કહ્યું – “સામે ઉપાશ્રય છે તેનું મુખદ્વાર પેલી બાજુ છે તે બાજુથી ઉપાશ્રયમાં જાવ... ભાઈ સૂચન પ્રમાણે આગળ વધ્યા... ને બાળમુનિ ઉપાશ્રયના પાછળના દ્વારથી ઉપાશ્રયમાં પ્રવેશી આસન પર બેસી ગયા... પેલી તરફ ભાઈ ઉપાશ્રયમાં આવ્યા... પૂછ્યું એક મહાત્માને કે વજસ્વામીજી ક્યાં છે?
આ સામે આસન ઉપર બિરાજતાં બાળમુનિ એ વજસ્વામી છે... ઓહ! આ તો પેલા મહારાજ જે બહાર રમતાં હતાં...
ત્યાં ગયો... વંદન કર્યું. પૂછ્યું – આપ વજસ્વામીજી...? હા...' તો આપ તો રમતા હતા ને... ના.” હું ક્યાં રમતો હતો? મારી ઉંમર રમતી હતી... “વય: શ્રીહતિ વસ્ત્રો ને શ્રીહતિ...'
આવી પ્રચંડ પ્રજ્ઞાના સ્વામિ, જન્માંતરીય ક્ષયોપશમ ને વૈરાગ્યની પ્રચંડ ધારાને લઈને જન્મેલા, જન્મતાં જેમને જાતિસ્મરણ જ્ઞાન થયું છે તેવા. જન્મથી આ જીવન જેમને કાચું પાણી પીધું નથી એવા.. જ્ઞાનદષ્ટિ સંપન્ન મેધાવી, મર્યાદી, અપ્રમત્તી મહાપુરુષ શ્રી વજસ્વામિજી મહારાજનું જીવન ચરિત્ર પરિશિષ્ટ પર્વમાં સર્ગ નં. ૧૨ માં પૂજયપાદ સિદ્ધહસ્ત લેખક કલિકાલસર્વજ્ઞ,. આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આલેખ્યું છે. સરળ ને સુબોધ સંસ્કૃત ભાષા છે. શ્લોકે શ્લોકે ઉપમાઓ છે. આ વજસ્વામિજી ચરિત્ર પર સંસ્કૃત