________________
(६८ )
सुभाषित-५-२त्ना३२.
तुभ्यं नमस्त्रिभुवनातिहराय नाथ !,
तुभ्यं नमः क्षितितलामलभूषणाय । तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय, तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय ॥२१॥
__ भक्तामरस्तोत्र, श्लो० २६. હે નાથ ! ત્રણ ભુવનના પ્રાણીઓની પીડાને હરનારા તમોને નમસ્કાર થાઓ, પૃથ્વીતળને વિષે નિર્મળ ભૂષણરૂપ તમને નમસ્કાર થાઓ, ત્રણ જગતના પરમેશ્વર એવા તમને નમસ્કાર થાઓ, અને હે જિનેશ્વર ! સંસારરૂપી સમુદ્રને શેષણ કરનારા તમને નમસ્કાર થાઓ. ૨૧. यस्मिन् हरप्रभृतयोऽपि हतप्रभावाः,
सोऽपि त्वया रतिपतिः क्षपितः क्षणेन । विध्यापिता हुतभुजः पयसाऽथ येन, पीतं न किं तदपि दुर्धरवाडवेन ॥२२॥
___ कल्याणमंदिरस्तोत्र, श्लो० ११. હરિ, હર, બ્રહ્મા વગેરે સર્વ દેવોને જે કામદેવે પ્રભાવ રહિત કર્યો છે, તેજ કામદેવને હે જિનેશ્વર પ્રભુ! તમે એક ક્ષણવારમાં ક્ષય પમાડ છે, જેમકે જે જળ સર્વ અગ્નિઓને બુઝવી દે છે તે જ જળનું દુઃસહ વડવાનળ ક્ષણવારમાં શેષણ नथी यु ? २२. त्वां योगिनो जिन ! सदा परमात्मरूप
मन्वेषयन्ति हृदयाम्बुजकोशदेशे ।