________________
પ્રકાશકનું નિવેદન
--------
જ્ઞાનના પ્રચારમાં, સાહિત્યના સર્જનમાં, તીર્થોના ઉદ્ધારમાં અને જૈનશાસનની પ્રભાવનામાં પેાતાના જીવનની આકૃતિ આપનાર સ્વ૦ ગુરુદેવ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધમ સૂરિજી મહારાજને સમુદાય પણ, તેઓશ્રીનાજ પગલે ચાલી સાહિત્યની સેવામાં જે માટે ફાળા આપી રહ્યો છે, એ કાઇથી અજાણ્યું નથી. એ સ્વ॰ ગુરુદેવના પ્રશિષ્ય અને શાન્તમૂર્તિ વિદ્વાન મુનિમહારાજ શ્રી જયન્તવિજયજીના શિષ્ય, ગુરુભક્તિપરાયણ, મુનિરાજ શ્રીવિશાળવિજયજીના, થોડા વખત પહેલાં બહાર પડેલા ત્રણ ગ્રંથૈાની પછી આ પાંચમે ભાગ અહાર પાડતાં અમને ખરેખર આનંદ થાય છે.
ઉપદેશકે અને સામાન્ય ગૃહસ્થાને પણ બે ઘડી આત્માની શાંતિ માટે સ્વાધ્યાયનું એક અપૂર્વ સાધન બની શકે, મેવા આ ત્રણે ભાગે અને હવે પછી બહાર પડનારા ચોથા ભાગ, કે જે હાલ પ્રેસમાં છે, જરૂર લેાકાને મહા ઉપકારી થશે, એવી અમને ખાતરી છે.
ત્રણ ભાગેાની માકજ બાકીને ચોથે ભાગ પણુ ચારસા કે તેથી વધારે પાનાંને બહાર પડશે.
આ પાંચમા ભાગમાં તીર્થંકર ભગવાન સંબંધી અધુ વન અને જિનસ્તુતિના શ્લોકા વગેરે આપેલુ હાવાથી આને જુદે પ્રગટ કરવામાં આવ્યેા છે. આ પાંચમા ભાગ જેત–જનતાને તેમજ તીર્થંકર ભગવાન્ સંબધી હકીકતની જિજ્ઞાસા ધરાવનાર અજૈન વિદ્વાના અને જનતાને પણ ઉપયેગી નિવડશે એમ અમારૂં માનવું છે.
આ પાંચમા ભાગ છપાવવા સંબંધીનું કુલ ખર્ચ અમદાવાદ-નિવાસી ધર્મપ્રેમી ગુરુભક્ત શ્રીયુત ચંદુલાલ હીરાચંદ શાહના સ્મણાર્થે