________________
૧૩
લગ્ન અહિંના જાણીતા શેઠ છોટાલાલ સંધવીને ત્યાં કરવામાં આવ્યાં હતાં, એક ઓરમાન ભાઇ હતા જે ત્રણ વર્ષનું ટૂંકું આયુષ્ય ભેાગવી દેવલાક પામ્યા હતા.
સ. ૧૯૯૧ ના ભાદરવા શુદિ ૩ ના રાજ તેએ એકાએક માંદ્ગીના બિછાને પટકાઈ પડયા. થેાડા દિવસની માંદગીમાં તેએ સ. ૧૯૯૧ ના આસા શુદ ૬ ના પ્રભાતે પાંચ વાગ્યે તદ્દન શાન્ત અને સારી સ્થિતિમાં સ્વર્ગવાસ પામ્યા.
સ્વસ્થની પાછળ તેમનાં ધર્મપત્ની વ્હેન ચંપાએ રૂા. ૧૦૦૦૦ ) ની રકમ પુણ્યાથે ખરચવા કાઢી છે, કે જે તેમની સ્થિતિના પ્રમાણમાં ઘણી મેાટી રકમ કહેવાય.
સ્વર્ગસ્થને ક ંઈ સંતાન નહીં હાવાથી તેમના કાકાના પુત્ર ભાઇ ચીમનલાલ ગેાકળદાસનેા નાના પુત્ર જેની ઉંમર ચાર વર્ષની હતી, તેને ખેાળે લેવાની ભાવનાએ પેાતાને ઘેર લાવ્યા હતા, પરંતુ તેની એકાએક માંદગી જીવલેણુ થવાથી છેવટે હેન ચંપાએ એ રજનીકાન્તને પેાતાના વારસ બનાવ્યા છે.
ચંપા–વ્હેન સ્વભાવે નમ્ર, સરળ અને ભાવુક ખાઇ છે. તેમની ધર્મ-ભાવના અને ઉદારતા પ્રશંસનીય છે. તેઓ વ્રત, તપસ્યા, દાન વગેરેથી પેાતાના આત્માને ઉજ્વળ બનાવી રહ્યાં છે. તેઓ પેાતાના તેમજ તેમના પતિના કુટુમ્બને યશસ્વી બનાવવા સતત પ્રયત્નશીલ રહ્યા કરે છે, તેમની ઉદારતાભરી આર્થિક સહાયતાથી આ ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવ્યે છે, ગુરુદેવ ! તેમની ભાવનાને યશસ્વી અને દૃઢ બનાવે એમ ઇચ્છી અમે વિરમીએ છીએ. પ્રકાશક.