________________
વિશિષ્ટ-જિન-સ્તુતિ.
( ૮૫) વિશ્વના અધીશ્વર, સમસ્ત લોકમાં પવિત્ર, પાપીઓ જેને જાણી શક્તા નથી અથવા પાપ જેની પાસે જઈ શકતું નથી એવા, મોક્ષ લક્ષ્મીરૂપી સ્ત્રીવાળા, કમળના જેવી આંખવાળા, હમેશાં સારી રીતે પ્રસન્ન રહેવાવાળા અને શ્રી શંખેશ્વરમાં વિરાજમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુને હું નમસ્કાર કરું છું. ૧૫.
पार्श्वः पाख्यियक्षेण, कृतरक्षेण सेविनाम् । संस्तुतः संस्तुतेर्यस्य, नागो नागेन्द्रतां ययौ ॥१६॥
કર્મચન્દ્રપ્રવધ, સ ૨, ૦ ૪. ભક્ત મનુષ્યની રક્ષા કરનાર પાર્થ નામના યક્ષે જેમની સ્તુતિ કરી છે, એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરવાથી એક સામાન્ય સર્પ પણ નાગકુમાર દેવોના ઇંદ્ર-ધરણે દ્રપણને પામ્યા. ૧૬. શ્રી મહાવીરજિન સ્તુતિઃयः शक्रेण मुदाऽभिवन्दितपदद्वन्द्वः क्षमाभृद्वरः,
क्रोधाद्युत्कटवैरिवृन्ददलनः सद्धर्मनीतिप्रियः । प्रोन्मीलत्समितिश्रियं जयमयीं बिभ्रद्धलैरद्भुतः स स्ताद् वीरजिनः शुभाय भवतां श्रीमानिनो मानिनाम् १७
ધર્માસ્યુરનટ (શ્રી મેપકમ.) જેમનાં ચરણયુગલ ઇન્દ્રવડે આનંદપૂર્વક વંદાએલાં છે, જેઓ ક્ષમાશીલમાં શ્રેષ્ઠ છે, ક્રોધાદિ મોટા શત્રુઓના સમૂહને નાશ કરનાર છે, સાચા ધર્મ અને નીતિથી પ્રિય છે, જય