________________
( ૧૨૧૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
પામે છે, ચેાગ્યપણાથી ધનને મેળવે છે, ધનથી ધમ કરી શકે છે અને તે (ધર્મ)થી સુખ મેળવે છે. ૨૦.
यस्याः प्रसादादज्ञोऽपि, नीरक्षीरविवेकवान् ।
हंसो यथा तमोहन्त्री, स्तुवे भगवतीं गिरम् ॥ २१ ॥
જે સરસ્વતીની કૃપાથી જળ અને દૂધના વિવેક કરનારા હંસની જેમ અજ્ઞાની મનુષ્ય પણ સાર અસારના વિવેકવાળા થઈ વિદ્વાન થાય છે, તે અજ્ઞાનનુ હરણ કરનારી સરસ્વતી ભગવતીની હું સ્તુતિ કરૂ છુ. ૨૧.