________________
34
કૃપા અને અમીદૃષ્ટિએ મારા જેવા અજ્ઞાની તેમજ જડબુદ્ધિવાળા જીવને ચૈતન્ય અપ્યું છે અને મારા જીવનની કાયાપલટ કરી મને ઋણી બનાવ્યા છે. તેઓ છે–મારા દાદાગુરુ, જગપૂજ્ય, શાસ્ત્રવિશારદ, જૈનાચાય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ અને મારા ગુરુવર્યાં શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ, મારા ગુરુએ આ ગ્રંથને સુંદર, પદ્ધતિસર અને શુદ્ધ બનાવી આપવા માટે શ્રમ સેવ્યા છે, એ બદલ પણ હું તેઓશ્રીને બહુ ઋણી છું.
વિષયે। અને પેટાવિષયેાની ચૂંટણી કરવામાં તેમજ પ્રૂફ઼ા વગેરે તપાસવામાં સાયલાનિવાસી ન્યાયતીત ભૂષણ પઢિત રતિલાલ દીપચંદ્ર દેસાઇએ આપેલા સહયેાગ બદલ તેઓને ધન્યવાદ આપવે ભૂલીશ નહિ.
'':
ઉપર્યુક્ત અને ગુરુદેવેાની અસીમ કૃપા, ખીજી સાહિત્યસેવા કરવાનું સામર્થ્ય મને અપે, એ અંતરની અભિલાષાપૂર્વક વિરમું છું.
વઢવાણ કેમ્પ, અષાડ શુદ્ર ૧૫. વી. સ. ૨૪૬૫, ધર્મ સં. ૧૭.
}
-ધર્મજયન્તાપાસક સુનિ વિશાળવિજય