________________
(૧૪૯ર)
સુભાષિત-પ-રત્નાકર
અસાર વસ્તુ -
माता यस्य गृहे नास्ति, भार्या छन्दानुवर्तिनी । अरण्यं तेन गन्तव्यं, यथारण्यं तथा गृहम् ॥ ६१ ॥
જેને ઘેર માતા ન હોય અને ભાર્યા પિતાની ઈચ્છાને અનુસરનારી સ્વછંદી હોય તે પુરુષે અરણ્યમાં જવું યોગ્ય છે; કેમકે તેને તે જેવું અરણ્ય છે તેવું જ ઘર છે –અરણ્ય અને ઘર બન્ને તુલ્ય છે.) ૬૧. अर्थातुराणां न गुरुन बन्धुः, कामातुराणां न भयं न लज्जा। विधातुराणां न सुखं न निद्रा. क्षुधातुराणां न रुचिर्न वेला ॥६२॥
हितोपदेश, श्लो० ५९. જેઓ ધન મેળવવામાં વ્યાકૂળ હોય તેમને કોઈ ગુરુ નથી અને બંધુ પણ નથી; કામથી વ્યાકુળ થયેલા પુરુષોને ભય કે લજજા હતી નથી; વિદ્યા મેળવવામાં વ્યાકૂળ થયેલાને સુખ કે નિદ્રા દેતી નથી અને સુધાથી વ્યાકુળ થયેલાને રુચિ કે વખત હોતે નથી. ૬૨. भावियोगः स्वजनापवाद ऋणस्य शेष कृपणस्य सेवा । दारियकाले प्रियदर्शनं च, विनाऽमिना पत्र दहन्ति कायम् ॥६३॥
ને વિયેગ, સ્વજનને અપવાદ, દેણાનું શેષ (દેવું દેતાં બાકી કાંઈક રહ્યું હોય તે), કૃપણ માણસની સેવા અને ગરીબ સ્થિતિમાં પ્રિયજનનું દર્શન: આ પાંચ બાબતો અગ્નિ વિના જ શરીરને બાળે છે. ( ગરીબીમાં પ્રિયજન આવે તે તેને સત્કાર થઈ શકે નહીં તેથી તે દુઃખદાયક થાય છે). ૬૩.