________________
( ૧૩૮૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
દાંતારહિત છતાં પથ્થર ખાય છે, જીવરહિત છતાં ઘણું બોલે છે, અને ગુણના સમૂહથી સમૃદ્ધિવાળે છતાં પણ બીજાના પગ વડે ચાલે છે. ( ઉત્તર-ઉપાન–ડે, તેને દાંત નહીં છતાં કાંકરીઓ તેમાં ભરાય છે, ચમચમ બેલે છે, અને હેરાની શીવણીથી યુક્ત છે, તથા મનુષ્ય તેને પગમાં પહેરીને ચાલે છે.) ૧૪. નૈકા –
बने जाता वनं त्यक्त्वा, वने तिष्ठति नित्यशः । पण्यस्वी न तु सा वेश्या, यो जानाति स पण्डितः ॥१५॥
વિતાવી , માગ ૩, ૦ ૨. જે વનમાં ઉત્પન્ન થઈ છે, વનને તજીને નિરંતર “વનમાં રહે છે, તથા જે પણ્યસ્ત્રી છતાં વેશ્યા નથી. આને જે જાણે તે પંડિત છે. (ઉત્તર-નૌકા એટલે વહાણ, તે નૌકા વનમાં એટલે અરણ્યના લાકડાથી ઉત્પન્ન થાય છે, તે અરશ્યને તજીને નિત્ય વનમાં એટલે જળમાં રહે છે, તે નૌકારૂપી સ્ત્રી પૈસાથી મળે છે પણ તે વેશ્યા નથી.) ૧૫. અંગરખું –
अस्थि नास्ति शिरो नास्ति, बाहुरस्ति निरगुलिः । नास्ति पादद्वयं गाढमङ्गमालिङ्गति स्वयम् ॥ १६ ॥
કવિતામુરી મur ૩, રોડ હાડકાં નથી, મસ્તક નથી, હાથ છે પણ આંગળીઓ નથી, તથા બે પગ પણ નથી, છતાં પોતે પુરુષના શરીરને ગાઢ આલિંગન કરે છે. (ઉત્તર-અંગરખું) ૧૬.