________________
(૧૩૦૪) સુભાષિત-પદ્ય-રત્નાકર રોગની ઉત્પત્તિનું કારણ– अत्यम्बुपानाद्विषमासनाच्च, दिवाशयाजागरणाच रात्रौ । सन्धारणान्मूत्रपुरीषयोश्च, षड्भिः प्रकारैः प्रभवन्ति रोगाः ॥५०॥
સાધારસંહિતા, ૫૦ ૨૦, ૪૦ અત્યંત જળ પીવાથી, વિષમ આસન કરવાથી, દિવસે સૂવાથી, રાત્રે જાગરણ કરવાથી, મૂત્રને કબજે રાખવાથી તથા દસ્તને કબજે રાખવાથી આ છ પ્રકારે કરીને રોગોની ઉત્પત્તિ થાય છે. ૫૦. સંગીતમહત્ત્વ – सुखिनि सुखनिदानं दुःखितानां विनोदः,
श्रवणहृदयहारी मन्मथस्याग्रदूतः । रणरणकविधाता वल्लभः कामिनीनां, जयति जगति नादः पञ्चमचोपवेदः ॥ ५१ ॥
sફેરા મારા, પૃ. ૬૭* ઉપવેદ તરીકે ગણ પંચમ નામને નાદ આ જગતમાં જય પામે છે, કેમકે તે સુખી જનને સુખનું કારણ છે, દુઃખી જનેને વિનંદ આપનાર છે, શ્રોત્ર અને હૃદયને હરનાર છે, કામદેવને મુખ્ય દ્વત છે, આનંદને ઉત્પન્ન કરનાર છે, અને સ્ત્રીઓને અત્યંત વહાલે છે. ૫૧.