________________
( ૧૧૨૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર कुरु परिचितः पिलोः पत्रे ति मरुगोचरजगति सकले कस्यावाप्तिः सुखस्य निरन्तग ? ॥ ७ ।।
अन्योक्तिमुक्तावली. હે ઉંટડી ! તે કોઈ એક વખત વનમાં રહેલું અત્યંત દુર્લભ જે મધ પીધું છે તે મધ ફરી ન મળવાથી તેમાં ઉત્સુક થઈને કેમ રૂએ છે? મરુદેશ(મારવાડ)માં રહેલા તારા અતિ પરિચયવાળા પીલુનાં પાંદડાંવડે તું સંતેષ પામ, કેમકે આ સમગ્ર જગતમાં નિરંતર સુખની પ્રાપ્તિ કરે છે ? ૭ સુખના ઉપાય – कृत्वाऽर्हतपदपूजनं यतिजनं नत्वा विदित्वाऽऽगमं,
हिन्वा सङ्गमधर्मकर्मठधियां पात्रेषु दत्त्वा धनम् । गत्वा पद्धतिमुत्तमक्रमजुपां जित्वाऽन्तराग्विज, स्मृत्वा पञ्चनमस्त्रियां कुरु कर क्रोडस्थमिष्टं सुखम् ॥८॥
સિઘળ, ઝો૯. હે ભવ્ય પ્રાણી ! જિનેન્દ્રના ચરણની પૂજા કરીને, સાધુ જનને વાટીને, આગમનું જ્ઞાન મેળવીને, અધમના કાર્યમાં નિપુણ બુદ્ધિવાળા પુરુષના સંગને ત્યાગ કરીને, સુપાત્રને વિષે ધનનું દાન આપીને, ઉત્તમ પુરુષના માર્ગમાં ચાલીને, અત્યંતર શત્રુઓને જીતીને તથા પંચ નમસ્કારનું સ્મરણ કરીને તું ઈચ્છિત સુખને હાથના મથે રહેલું કર (અર્થાત સુખની ઈચ્છા હોય તે આ સર્વ તું કર.). ૮.