________________
પ્રકાશકાય
જિનશાસનના વિવિધ શાસ્ત્રોમાંથી સુભાષિત પદ્યોનો સંગ્રહ એટલે સુભાષિત-પદ્ય-રત્નાકર. યદ્યપિ સુભાષિત વિષે સુભાષિત રત્નભાંડાગારાદિ પ્રખ્યાત છે પરંતુ તેમાં મુખ્યત્વે અજૈન ગ્રંથોના સુભાષિતોનો સંગ્રહ છે, જ્યારે અહીં જૈનગ્રંથરત્નના સુભાષિતો મુખ્યતયા સંગૃહિત થયા છે તથા તે ભાષાંતર સહિત આપ્યા છે. મુનિરાજશ્રી વિશાળવિજયજી મહારાજાએ અભ્યાસકાળ દરમ્યાન સંગૃહિત કરેલ શ્લોકોને “સર્વજનહિતાય ને સર્વજનસુખાય' ની ભાવનાથી સર્વને વિષયવાર અલગ પાડીને ગુજરાતી ભાષાંતર સહિત ૪ ભાગમાં રજૂ કર્યા છે. જે ખરેખર પરિશ્રમ માંગી લે તેવું કાર્ય છે. તેની સમર્થતા અને ઉપયોગિતા જાણવા કિચિંદ્ર વક્તવ્ય અને અનુક્રમણિકા જેવા સુજ્ઞ વાંચકોને ભલામણ છે.
પૂ. મુ. શ્રી વિશાળવિજયજી સંપાદિત આ ગ્રંથના ચારેય ભાગ શ્રી વિજય ધર્મસૂરિ જૈન ગ્રંથમાળા તરફથી પ્રકાશિત થયેલા