________________
સુભાષિત-પન્નરત્નાકર.
यद्देवैरपि दुर्लभं च घटते येनोच्चयः श्रेयसां, यन्मूलं जिनशासने सुकृतिनां यजीवितं शाश्वतम् । तत्सम्यक्त्वमवाप्य पूर्वपुरुप श्रीकामदेवादिवद् दीर्घायुः सुरमाननीयमहिमा श्राद्धो महर्द्धिर्भव ॥५०॥
सूक्तमुक्तावलि, अधिकार ५५, श्लो० १०*
( ૪૦૪ )
જે સમક્તિ દેવતાઓને પણ દુર્લભ છે, જેનાથી કલ્યાણુના સમૂહ થાય છે, જે શ્રીજિનશાસનમાં સુકૃતિના મૂળ સમાન છે અને જે અમર જીવન સમાન છે, તે સમિતિને પામીને શ્રી કામદેવાદિક પૂર્વ પુરૂષાની માફક, તુ લાંખા આયુષ્યવાળા, દેવતાઓવર્ડ પૂજિત મહિમાવાળા અને માટી સમૃદ્ધિવાળા એવા શ્રાવક થા! ૫૦.