________________
( ૧૬ )
સુભાષિત–પા–રત્નાકર.
જેમ જેમ પ્રાણી જ્ઞાનના ખળવડે શ્રી જિનેશ્વરભગવાને જોયેલ તત્ત્વ જાણતા જાય છે, તેમ તેમ તેને, પાપના નાશ કરવામાં સમર્થ એવી બુદ્ધિ થતી જાય છે. ૫૫.
ज्ञानाद्विदन्ति खलु कृत्यमकृत्यजातं, ज्ञानाच्चरित्रममलं च समाचरन्ति । ज्ञानाच्च भव्यभविनः शिवमाप्नुवन्ति, ज्ञानं हि मूलमतुलं सकलश्रियां तत् ॥ ५६ ॥
सूक्तमुक्तावली, अधिकार ४३, ० ६ *
જ્ઞાનથી જ માણસા કૃત્ય અને અકૃત્યના સમૂહને જાણે છે, જ્ઞાનથી જ પવિત્ર એવા ચારિત્રનું આચરણ કરે છે, જ્ઞાનથી જ ભવ્ય જીવા માક્ષને મેળવે છે. તેથી જ્ઞાન એ જ તમામ કલ્યાણનું અજોડ મૂળ છે. ૫૬.