________________
( ૫૧૧).
પરદેવ-માન-ફળ
अन्येषामपि देवानां, निन्दा द्वेषं च वर्जयेत् । देवं देवकुलं दृष्ट्वा, नमस्कुर्यात्र लक्क्येत् ॥ १७ ॥ एवं य आस्तिकं भावमाश्रितः समतां गतः। सर्वदेवप्रसादेन, लभते सम्पदं वराम् ॥१८॥
માનતો, બ૦ ૨, ૫૦ ૨, શ્લો૨૦૧, ૨૦ ૬. બીજા દેવેની પણ નિંદા અને દ્વેષને ત્યાગ કરે. દેવને તથા દેવકુળને જોઈ તેને નમસ્કાર કરે, પણ નમસ્કાર કર્યા વિના તેનું ઉલ્લંઘન કરવું નહીં. આ પ્રમાણે જે માણસ આસ્તિક ભાવને પામેલ હોય અને સમતાને પામેલ હોય તે સર્વ દેવના પ્રસાદવડે મોટી સંપદાને પામે છે. ૧૭, ૧૮.
દેવને નમસ્કાર
आकाशात् पतितं तोयं, यथा गच्छति सागरम् । सर्वदेवनमस्कारः, केशवं प्रति गच्छति ॥ १९ ॥
વવવતા , ૦ ૧, રૂરૂ.
જેમ આકાશમાંથી પડેલું પાણી (ગમે ત્યાં પડયું હોય તો પણ તે) સમુદ્રમાં જ જાય છે, તેમ સર્વ (કઈ પણ) દેવને કરેલ નમસ્કાર વિષ્ણુ ભગવાન પાસે જાય છે વિષ્ણુ ભગવાનને જ નમસ્કાર કર્યો છે એમ જાવું. ૧૯