________________
( ૧૦૫ )
અશુભ ધ્યાન.
અશુભ ધ્યાનનું કડવું ફળઃ—
वैभाराद्रितटे गतो द्रमकको भिक्षार्थमुद्यानिका - भुक्तिव्यग्रजने चिरात् कणमपि प्रापैष नातः क्रुधा । तद्घाताय शिलां मुमोच महतीं मौढ्यात् तथैवाप्तवान्, मृत्युं श्वभ्रमपि स्वदुष्प्रणिधितो बाझं प्रमाणं न तत् ॥५॥ ઉત્તરાધ્યયનસૂત્રટીા ( મસંચમ ), ૦ૢ૦ ૨૪૪.
li
વૈભાર પર્વતની તળેટીના વનમાં એકદા કેાઈ ભીખારી ભિક્ષાને માટે ગયા. ત્યાં સર્વ જના ઉજાણીના લેાજનમાં વ્યગ્ર થયેલા હાવાથી તે ભીખારી ચિરકાળ સુધી એક કણને પણ પામ્યા નહીં. તેથી તેણે ક્રોધ પામીને સર્વ જનેાના ધાત કરવાના ઇરાદાથી પર્વત પર ચડીને એક મેાટી શિલા રડતી–દડતી મૂકી. મૂઢતાને લીધે તે જ શિલાવડે ચગદાઈને તે મૃત્યુ પામ્યા અને દુર્ધાનને લીધે નરકે ગયો. તેથી શુભાશુભ ગતિમાં માત્ર બાહ્ય સાધનો કારણભૂત નથી, પણ આવ્યંતર ચેષ્ટા જ પ્રમાણભૂત છે. ૫.