________________
ક્રિયા.
(૪૮૫ )
गुणवद्बहुमानादेर्नित्यस्मृत्या च सत्क्रिया । जातं न पातयेद् भावमजातं जनयेदपि ॥ ११॥
ज्ञानसार, क्रियाऽष्टक, लो० ५.
( સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ) ગુણવાળા મહાત્માએના બહુમાન વિગેરેને અને નિત્યનિયમને યાદ કરાવવાવાળી એવી જે શુભ ક્રિયા છે. તે આત્માની ઉત્પન્ન થયેલી શુભ ભાવનાને પડવા દેતી નથી, અને ન ઉત્પન્ન થયેલ શુભ ભાવનાને ઉત્પન્ન પણ કરે છે. ૧૧.