________________
બાર ભાવના.
(૪૫૩)
પ્રિય વસ્તુને સંગ, આ સર્વ વસ્તુ અનિત્ય છે. તેથી તેમાં પંડિત જ એ ગુદ્ધિ-આસકિત કરવી નહીં. ૧૨. चलं राज्यैश्वर्य धनकनकसारः परिजनो
नृपाद्वा वाल्लभ्यं चलममरसौख्यं च विपुलम् । चलं रूपारोग्यं बलमिह चलं जीवितमिदं, जनो दृष्टो यो वै जनयति सुखं सोऽपि हि चलः॥१३॥
નપુનદિ, , ગો. ૨૭. આ જગતમાં રાજ્યનું ઐશ્વર્ય ચલાયમાન (અનિત્ય) છે, ધન અને સુવર્ણને સાર ચલાયમાન છે, પરિવાર ચલાયમાન છે, રાજાની મિત્રાઈ ચલાયમાન છે, દેવતાનું મોટું સુખ ચલાચમાન છે, નીરોગતા ચલાયમાન છે, બળ ચલાયમાન છે, આ જીવિત ચલાયમાન છે, તથા જે જન જેવાથી સુખ ઉત્પન્ન થાય છે તે જન પણ ચલાયમાન છે. અર્થાત્ સર્વ ક્ષણભંગુર–અનિત્ય છે. ૧૩.
इन्द्रचापसमा भोगाः, संपदो जलदोपमाः । यौवनं जलरेखेव, सर्वमेतदशाश्वतम् ॥ १४ ॥
તરવામૃત, ગો. ૧૨. ભેગે ઇંદ્રધનુષ જેવા છે, સંપદાઓ વાદળાં જેવી છે, અને યુવાવસ્થા જળની રેખા જેવી છે, આ સર્વ અનિત્ય છે. ૧૪.
जीवितं विद्युता तुल्यं, संयोगाः स्वमसनिभाः। सन्ध्यारागसमः स्नेहः, शरीरं तृणबिन्दुवत् ॥ १५ ॥
तत्त्वामृत, श्लो० १५१.