________________
( ૧૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
अहिंसा परमं दान-महिंसा परमो दमः। अहिंसा परमो जापः, अहिंसा परमं शुभम् ॥ २८ ॥
इतिहास समुच्चय, अ० २८, श्लोक ५१. અહિંસા એ ઉત્તમ દાન છે, અહિંસા ઉત્તમ દમ (ઇંદ્રિચિનું દમન) છે, અહિંસા જ ઉત્તમ જપ છે અને અહિંસા જ ઉત્તમ શુભ (કલ્યાણ) છે. ૨૮. અહિંસાનું માહાભ્ય.
नास्त्यहिंसापरं पुण्यं, नास्त्यहिंसापरं सुखम् । नास्त्यहिंसापरं ज्ञानं, नास्त्यहिंसापरो दमः ॥ २९ ॥
___ इतिहास समुच्चय, अ० २९, श्लोक १९७. અહિંસાથી બીજું કોઈ ઉત્તમ પુણ્ય નથી, અહિંસાથી બીજું કોઈ ઉત્તમ સુખ નથી, અહિંસાથી બીજું કઈ ઉત્તમ જ્ઞાન નથી અને અહિંસાથી બીજું કોઈ ઉત્તમ ઇદ્રિય દમન નથી. અર્થાત્ અહિંસા જ મોટામાં મોટું પુણ્ય, સુખ, જ્ઞાન અને દમન છે. ર૯. અહિંસાનું ફળ – दीर्घमायुः परं रूप-मारोग्यं श्लाघनीयता । अहिंसायाः फलं सर्व, किमन्यत् कामदैव सा ।। ३०॥
ચોરા, દિવ્ય ૦, ગોવા ૨. લાંબું આયુષ્ય, સારૂં રૂપ, નીરગતા અને લોકમાં પ્રશંસા પ્રાપ્ત થાય, આ સર્વ અહિંસાનું ફળ છે, એટલે જેણે પૂર્વે