________________
ઇન્દ્રિયજય.
( ૩૬૧ ) जीयन्तां दुर्जया देहे, रिपवश्चक्षुरादयः । जितेषु तेषु लोकोऽयं, ननु कृत्स्नस्त्वया जितः ॥३॥
व्यासदेव. શરીરને વિષે રહેલા અને દુઃખે કરીને જીતી શકાય તેવા ચક્ષુ વિગેરે ઇંદ્રિરૂપી શત્રુઓને જીતવા ગ્ય છે. કારણ કે તે જીતાયેથી, આ સમગ્ર લેક તેં જીત્યા છે એમ જાણવું. ૩. ઇંદ્રિયજયને આદેશ
आत्मानं विपयैः पाशैर्भववासपराङ्मुखम् । इन्द्रियाणि निबध्नन्ति, मोहराजस्य किङ्कराः ॥४॥
ज्ञानसार, इन्द्रियजयाष्टक, श्लो० ४. સંસારવાસથી પરાક્ષુખ થયેલા આત્માને, મહારાજાના ઇંદ્રિયરૂપી નોકરો, વિષયરૂપી પાશવડે બાંધી દે છે. (માટે હે આત્મા! તું ઈન્દ્રિય પર કાબુ મેળવવા પ્રયત્નશીલ થા.) ૪.
इन्द्रियाणां विचरतां, विषयेष्वपहारिषु । संयमे यत्नमातिष्ठेद्विद्वान् यन्तेव वाजिनाम् ॥५॥
મનુસ્મૃતિ, ૫૦ ૨, ૦ ૮૮. જેમ સારથિ ઘડાઓને તાબે રાખે છે, તેમ મનને હરણ કરનારા વિષયમાં ફર્યા કરતી ઇંદ્રિયોને કબજે રાખવા માટે વિદ્વાન પુરૂષે યત્ન કરી જોઈએ. ૫.