________________
मेष.
(२२१)
संचितस्यापि महतो वत्स ! क्लेशेन मानवैः।। यशसस्तपसश्चैव, क्रोधो नाशकरः परः ॥६॥
હે પુત્ર! મનુષ્યએ મહા કલેશથી ઉપાર્જન કરેલા મોટા યશ અને તપને ક્રોધ અત્યંત નાશ કરે છે. ૬. मैत्रीयशोव्रततपोनियमानुकंपा
सौभाग्यभाग्यपठनेंद्रियनिर्जयाद्याः । नश्यंति कोपपुरुवैरिहताः समस्तास्तीवामितप्तरसवत् क्षणतो नरस्य ॥७॥
सुभाषितरत्नसंदोह, लो० २८. તીવ્ર અગ્નિમાં ઉના થયેલા (પારાના) રસની જેમ, કેપ રૂપી શત્રુથી હણાએલાં એવાં મિત્રતા, યશ, વૃત, તપ, નિયમ, સદ્ભાગ્ય, ભાગ્ય, અભ્યાસ અને ઈંદ્રિયવિજય વિગેરે તમામ नाश पामे छ.७. मासोपवासनिरतोऽस्तु तनोतु सत्यं,
ध्यानं करोतु विदधातु बहिर्निवासम् । ब्रह्मव्रतं धरतु भैक्ष्यरतोऽस्तु नित्यं, रोपं करोति यदि सर्वमनर्थकं तत् ॥८॥
सुभाषितरत्नसंदोह, श्लो० २९. મનુષ્ય ભલે માસ માસના ઉપવાસ કરવામાં તત્પર રહે, સત્ય વચન બેલે, શુભ ધ્યાન કરે, બહાર વનમાં નિવાસ