________________
યજ્ઞ.
(૫૧)
ध्यानानौ जीवकुण्डस्थे, दममारुतदीपिते । असत्कर्मसमित्क्षेपैरनिहोत्रं कुरुत्तमम् ॥ ११॥
ચાસ; દેવી માગવત, ૫ ૭, ૪૦ ૨૬, ૦ ૨૪.
જીવરૂપી કુંડમાં રહેલા અને દમરૂપી વાયુએ સળગાવેલાતેજ કરેલા ધ્યાનરૂપી અગ્નિને વિષે અસત્કર્મ–અશુભ કર્મરૂપી સમિધ–લાકડાં નાખીને તું ઉત્તમ અગ્નિહોત્ર કર. ૧૧.
कषायपशुभिर्दुष्टैर्धर्मकामार्थनाशकैः । शममन्त्रहतैर्यज्ञं, विधेहि विहितं बुधैः ॥ १२ ॥
ચાસ; તેવી માગવત, ર૦ ૨, ૫૦ , જરૂ. ધર્મ, અર્થ–દ્રવ્ય અને કામને નાશ કરનારા દુષ્ટ કષાય (ક્રોધ, માન, માયા, લોભ વિગેરે) પી પશુઓને શમતારૂપી મંત્રવડે હણીને તે વડે તું પંડિતોએ કરેલા યજ્ઞને કર. ૧૨.
ज्ञानपालीपरिक्षिप्ते, ब्रह्मचर्य-दयाऽम्भसि । स्नात्वाऽतिविमले तीर्थे, पापपकावहारिणि ॥ १३ ॥
ચાસ; સૂર્મ પુરાણ, બ૦ ૨૨, ગો. ૭૧. જેની ચોતરફ જ્ઞાનરૂપી પાળ બાંધેલી છે, જેમાં બ્રહ્મચર્ય અને દયારૂપી જળ રહેલું છે, અને જે પાપરૂપી કાદવ–મેલન નાશ કરનાર છે, એવા અતિ નિર્મળ તીર્થમાં સ્નાન કરીને–તું સ્નાન કરે અને પછી ભાવ યજ્ઞ કર. ૧૩.