________________
જેને સાંભળીને લાયક પરિવારજનો ગુણને પામે. એ પછી તો એવી સ્થિતિ સર્જાય જાય કે ફક્ત વડીલના વ્યવહારને જોઈને પણ તેઓ ગુણની પ્રાપ્તિ કરનારા બની જાય. (૩) અનુકંપાપૂર્ણ વ્યવહાર :
પરિવારજનો પાસે બદલાની અપેક્ષા રાખ્યા વિના તેમના પ્રત્યે પ્રેમાળ વર્તન રાખવું. તેમના પ્રત્યે કરૂણા બુદ્ધિ રાખવી. હું પરિવારને સાચવીશ તો વૃદ્ધવયમાં મને સારો બદલો તેમના તરફથી મળશે તેવી અપેક્ષા પણ કરવી નહીં. માત્ર કરૂણા બુદ્ધિથી તેમને સાચવવા. (૪) નિર્મમ વ્યવહાર :
આ પરિવાર તો મારો છે, મને તેવો ગર્વ છે તેવા મમત્વ, પક્ષપાત કે રાગના આવેશ વિનાનો તેમજ પરિવાર પ્રત્યેના અધિકારભાવ વિનાનો વ્યવહાર તેમના પ્રત્યે કરવો. આવા વ્યવહારને મમત્વરહિત = નિર્મમ વ્યવહાર કહેવાય.
પરિવાર સાથે જો આવો ચાર ગુણસંપન્ન વ્યવહાર કરવામાં આવે તો તેવા વ્યવહાર સહિતનું પરિવારપાલન પણ ધર્મ બની જાય છે કેમકે તેવા પરિવારપાલનમાં રાગનો આવેશ કારણભૂતથી બનતો પરંતુ ઉપકારબુદ્ધિ કારણભૂત બને છે.
જેમ જીવ પ્રત્યેની માત્ર ઉપકારબુદ્ધિથી કરેલી જીવદયાની પ્રવૃત્તિ ધર્મરૂપ બને છે તે જ રીતે પરિવાર જનો પ્રત્યે ઉપર્યુક્ત ગુણોથી યુક્ત એવો વ્યવહાર જો કરતાં આવડી જાય તો પરિવાર પાલન પણ ધર્મ બની જાય.
જીવો પરિવારરૂપે સંકળાયેલાં હોય કે સંકળાયેલા ન પણ હોય, આખરે તે સૌ જુદાં-જુદાં જ છે. તે કંઈ એકમેકમાં કર્મનો આરોપ
79
द्वितीयं साधुधर्मपरिभावनासूत्रम् ।