________________
બસ, દેવ-ગુરુતત્ત્વ તરફની અભિરૂચિ, સુકૃતની અભિરૂચિ અને પાપનો ભય... આસ્તી ધર્મનું બીજ છે... આ ત્રણ જેનામાં સંસ્થાપન થયાં તેનામાં ધર્મનું બીજ બેશક, રોપાયું છે. પંચસૂત્રના પ્રથમસૂત્રનો અભ્યાસ કરનારા જીવોમાં ધર્મનું આવું બીજ અવશ્ય રોપાઈ જાય છે એટલે કે પ્રથમ સૂત્રનો પાઠ કરનાર જીવોમાં સુકૃતની અભિરૂચિ જરૂર પેદા થાય છે અને પરિણમન પણ પામે છે, હા, અનુકૂળ કાળ, આત્મ સ્વભાવ અને નિબંધક ભવિતવ્યતાને સાપેક્ષ રહીને આવી સુકૃતની અભિરૂચિ પેદા થાય છે તે ખરું અને એથી જ પ્રથમ સૂત્રનો સ્વાધ્યાય કરનારાઓ પૈકી કોકને જલ્દીથી અને કોકને વિલંબથી તો કોકને વધુ વિલંબથી... તે જ રીતે કોકને અલ્પ પ્રમાણમાં, કોકને અધિક પ્રમાણમાં તો કોકને અત્યધિક પ્રમાણમાં સુકૃતની અભિરૂચિ પેદા થાય તેવું જોવા મળી શકે. આમ થવાનું કારણ સુકૃત અનુમોદના વિગેરે નથી પરંતુ વિવિધ જીવોને આશ્રયીને કાળપરિપાક અને તથાભવ્યત્વ વિગેરેનું રહેલું વૈચિત્ર્ય છે.
આમ છતાં, અનુકૂળ કાળ-સ્વભાવ વિગેરે નિમિત્તને પામેલાં જીવો સુકૃત અનુમોદના વિગેરેને આચરે તો જરૂર વહેલી-મોડી પણ તેમનામાં ધર્મરૂપી ગુણના બીજ રૂપ તત્ત્વની અભિરૂચિ પરિણમન પામે જ છે.
જીવોમાં આ રીતે તત્ત્વની અભિરૂચિ પેદા થાય એટલે ધર્મ રૂપી ગુણની નિષ્પત્તિ સ્વરૂપ સમ્યગ્દર્શન પણ તેમનામાં પેદા થયાં વિના ન રહે. જે પ્રથમ સૂત્રના અભ્યાસીને આ રીતે મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ થવાથી ધર્મની નિષ્પત્તિ સમાન સમ્યગ્દર્શન પણ પ્રાપ્ત થયું છે તેમણે હવે, ધર્મના જે-જે ગુણોને સેવવાના છે તેનું પરિભાવન કરવું જોઈએ. પરિભાવન કરવાથી નિષ્પન્ન થયેલો સમ્યગ્દર્શન રૂપી
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।