________________
તમામ ક્રિયાઓ વ્યવહાર નય વડે જ ચાલે છે. જીવોને દીક્ષાનું પ્રદાન થાય છે તે પણ વ્યવહારનયને અનુસરીને થનારી ક્રિયા છે.
આ વ્યવહારનય પણ નિશ્ચયનયને પમાડનારું અંગ છે કેમકે તે જ અપૂર્વકરણ - ગ્રંથિભેદ વિગેરે ભાવોને પમાડે છે.
નિશ્ચયનય તો અત્યંત વિશુદ્ધ છે અને માત્ર આજ્ઞાગ્રાહી છે.
હવે જિનાજ્ઞા કોને સ્વીકારે છે? વ્યવહારને કે નિશ્ચયને? તેવી જિજ્ઞાસા રહેતી હોય તો તેનો ઉત્તર એ છે કે જિનાજ્ઞા તે બંનેને સ્વીકારે છે, વ્યવહાર અને નિશ્ચય, બંને નયથી તે પરિકર્મિત અને ગર્ભિત છે.
સાચે, આ જિનાજ્ઞા સંપૂર્ણપણે દોષરહિત છે, સમન્તભદ્રા છે. કષ, છેદ અને તાપ... ત્રણ પ્રકારની પરીક્ષા વડે શુદ્ધ સાબિત થયેલી છે.
• જિનાજ્ઞા અપુનર્બલકને જ આપવી :
આવી જિનાજ્ઞાને અપુનબંધક વિગેરે જીવો જ સમજી શકે. મોહનીય વિગેરે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ જેઓ હવે કદાપિ ફરી નહીં બાંધે તેને અપુનબંધક જીવો કહેવાય. હા, તેઓમાં માર્ગપતિત અને માર્ગાભિમુખ... જેવા ભેદો પડે અને તે અહીં ગ્રાહ્ય છે.
અપુનબંધકને જ જિનાજ્ઞા સમજાવવી. દીક્ષા પણ જઘન્યથી અપુનબંધકને જ આપવી. અપુનબંધક કોણ છે અને કોણ નહીં તે નક્કી શી રીતે કરવું ?
તેના લક્ષણો શાસ્ત્ર દર્શાવ્યાં છે. જેને જિનાજ્ઞાનો પ્રેમ હોય તેવા જીવો અપુનબંધક હોવાની સંભાવના છે. આજ્ઞાનો પ્રેમ એ અપુનબંધકપણાનું પ્રધાન લક્ષણ છે.
202
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।