________________
આમ, અમે સિદ્ધોના સુખને સમજાવતું જે કાલ્પનિક દષ્ટાંત કહ્યું તેના દ્રાષ્ટાનિક સિદ્ધ ભગવંતમાં પૂરેપૂરા ઘટમાન બને છે.
આવું સૂક્ષ્મતમ સુખ સિદ્ધ ભગવંતોને છે. અસિદ્ધ એવા અપારમાર્થિક જીવોને સિદ્ધોનું સુખ ગળે ઊતરે તેવું નથી. જેમ સાધુનું સુખ ક્ષાયોપથમિક ભાવના વિશિષ્ટ સ્તર ઉપર જ અનુભવી શકાય તેમ હોવાથી સાધુ નથી તેવો વ્યક્તિ તેને જાણી ન શકે, આરોગ્યનું સુખ રોગીઓ ન જાણી શકે તેમ સિદ્ધોનું સુખ અપારમાર્થિક મતિ ધરાવનારાઓ વેદી શકે તેમ છે જ નહીં.
આગમમાં કહ્યું છે કે –
સનેપાતનો દર્દી સ્થિર આરોગ્યના સુખને જાણી શકે નહીં તેમ સિદ્ધોના રાગ-દ્વેષના અભાવથી નિષ્પન્ન એવા સુખને ફક્ત કેવળી જ જાણે. અન્યો નહીં.
ટૂંકમાં, સિદ્ધોનું સુખ મતિનો વિષય જ નહીં હોવાથી ખરેખર અચિન્હ કોટીનું છે.
સિદ્ધ ભગવંતોનું ઉપરવર્ણિત સુખ એક સિદ્ધ ભગવંતની અપેક્ષાએ સાદિ અનંતકાલીન છે એટલે કે તેની શરૂઆત છે પરંતુ સમાપન નથી અને સિદ્ધ ભગવંતોના ઓઘ = સમૂહને આશ્રયીને આ સુખ અનાદિ-અનંત કાલીન છે એટલે કે તેની શરૂઆત પણ નથી તેમજ સમાપ્તિ પણ નથી.
સિદ્ધસુખની જેમ સિદ્ધ ભગવંતો પણ એક સિદ્ધને આશ્રયીને સાદિ અનંતકાલીન છે અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ-અનંત તેમની સ્થિતિ છે. પ્રશ્ન : દરેક સિદ્ધ ભગવંતોનું ભવ્યત્વ એક સમાન છે છતાં આવા
આવા ભેદ શા માટે પડી રહ્યાં છે ?
180
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।