________________
* મૂળમ્ ના ટાઈપ વધુ મોટા, પૂરિ ના ટાઈપ તેથી નાના અને
ગુજરાતી વિવેચનના ટાઈપ તેથી પણ નાના રખાવ્યાં છે. * ટાઈપની બોલ્ડનેશ પણ ઉપરોક્ત રીતે ઉતરતા ક્રમે મૂકાવી છે. * ગુજરાતી વિવેચનમાં મહત્વના શબ્દો, પદો કે પેરા બોલ્ડ ટાઈપમાં
પ્રીન્ટ થયાં છે. * પ્રત્યેક પેજ નીચે ફિગરમેટર મૂકાવી છે અને તેમાં એકી સંખ્યાના
પેજમાં તે તે સૂત્રનો નામોલ્લેખ તેમજ બેકી સંખ્યાના પેજમાં પ્રસ્તુત ગ્રંથની પૂર્ણ વિગતને નિર્દેશતોનામોલ્લેખ કર્યો છે. ઉપસંહારઃ
પ્રાંતે, અંતર્મુખ ભાવોના ઉદ્ઘ શિખર પર બિરાજમાન થયેલાં કોક પરમયોગીની જ્ઞાનજ્યોતિ જેવાં આ ગ્રંથનો સ્વાધ્યાય મારા અને વાચકોના અંતસ્તલમાં આત્માર્થી પરિણામોનો ચિરંતન કલ્લોલ પેદા કરનારો બની રહો તેવી શુભાભિલાષા એવું છું.
-પંન્યાસ હિતવર્ધન વિજય ગણી
વિ.સં. ૨૦૭૩, ભા.વ-૩, વંદેમાતરમ્ સીટી, અમદાવાદ.