________________
ચારિત્ર એટલે ‘આશ્વાસ દ્વીપ' અને જ્ઞાન એટલે પ્રકાશ દીપ': વળી, આવો સબીજ શ્રુત આરાધક સાધુ કે જે અવ્યક્ત આરાધક છે તેણે જેમ આઠ પ્રવચન માતાઓનું જ્ઞાન જ્ઞપરિક્ષા અને પ્રત્યાખ્યાન પરિક્ષા વડે મેળવવું જોઈએ તેમ ‘આશ્વાસ દ્વીપ’ને પણ જાણવા જોઈએ અને પ્રકાશ દીપ'નું પણ જ્ઞાન મેળવવું જોઈએ. એટલું જ નહીં, ‘આશ્વાસ દ્વીપ’ના પ્રકારો તથા ‘પ્રકાશદીપ'ના ભેદો, વિગતવાર તેનું જ્ઞાન મેળવવું જોઈએ અને યથાક્રમે તેની આરાધના પણ કરવી જોઈએ.
આશ્વાસ દ્વીપ અને તેનો ઉપનય :
(૧) યોગગ્રંથોમાં ‘ચારિત્ર'ને આશ્વાસ દ્વીપ તરીકે ઓળખાવવામાં આવ્યું છે અને ‘જ્ઞાન'ને પ્રકાશ દીપ તરીકે પીછાણવામાં આવ્યું છે.
(૨) વિકરાળ સાગરમાં ભૂલાં પડેલાંને જે આશ્રય આપી સાગરના કિનારા સુધી પહોંચાડવામાં મદદ કરે તેને આશ્વાસ દ્વીપ કહેવાય. જે યાત્રીકને સાગરથી બચાવે, ભૂમિ પર ટકાવે, જીવનનું આશ્વાસન આપે.
આવા ‘આશ્વાસ દ્વીપ' સાગરમાં બે પ્રકારના હોય છે. એક તો હાલતાં-ચાલતાં, સ્પંદનવાળા આશ્વાસ દ્વીપ અને બીજા, એક જ સ્થળે સનાતન રહેનારા, સ્પંદનરહિત આશ્વાસ દ્વીપ. સ્પંદનવાળા આશ્વાસ દ્વીપ જે હોય છે તે કોઈક નિમિત્તને પામી સમુદ્રમાં માટી-પત્થર કે લાકડાઓ વિગેરે સપાટી ઉપર આવવાથી કે એકત્ર થવાથી રચાઈ જાય છે અને કાળ ક્રમે માટી-પત્થરો વિખેરાઈ જવાથી નાશ પણ પામે છે. તેનું સનાતન અસ્તિત્વ નથી હોતું, જ્યારે બીજા પ્રકારના સ્પંદનરહિત આશ્વાસ દ્વીપો
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
134