________________
લલિતવિસ્તરામાં કહ્યું છે કે શુદ્ધવેશના દિ ક્ષુદ્રત્ત્વગૃઘૂથ સન્નાનસિંહનાઃ I સિંહની ગર્જનાથી હરણના ટોળાઓ જેવો ત્રાસ અનુભવે તેવો ત્રાસ માર્ગસ્થ દેશનાના શ્રવણથી ક્ષુદ્રસત્ત્વવાળા જીવોને પેદા થાય. • બીજી અનારાધના :
જે જીવો ઉપર કહ્યાં તેવા ભારે કર્મી નથી, પહેલાં પ્રકારના જીવોની અપેક્ષાએ થોડાંક લઘુકર્મી છે અને અત્યંત લઘુકર્મી પણ નથી તેવા જીવો માર્ગસ્થ દેશના સાંભળીને ત્રાસ તો નથી અનુભવતાં પણ તેઓ તે દેશનાને આરાધતાં પણ નથી અને તેમને તે દેશના પ્રત્યે અવધીરણા થાય છે.
ત્રીજી અનારાધના :
હવે, જે જીવો વિશેષ લઘુકર્મી છે. તેઓને માર્ગસ્થ દેશના સાંભળવાથી દુઃખ પણ નથી થતું કે અવધારણા પણ નથી થતી પરંતુ તથાક્ષયોપશમના કારણે તેવા જીવોમાં પણ કોક આત્મા માર્ગસ્થ દેશનાની પ્રતિપત્તિ ન કરી શકે તેવું બને. અહીં પ્રતિપત્તિ એટલે સ્વીકાર અને પરિપાલન...
આમ, આ રીતે ત્રણ પ્રકારની અનારાધના શ્રતને વિશે કહેલી છે. જેઓ શ્રુતની અનારાધનામાં જ પ્રવર્તે છે તેઓ શ્રુત ભણેલ હોય તો પણ તાત્ત્વિક રીતે ભણેલ જ નથી.
તેઓ શ્રુત ભણેલા હોવા છતા કેમ તેમની પાસે શ્રુત નથી તેમ કહો છો ? કારણ કે તેમની પાસે શ્રુતનાં અભ્યાસ વડે સમ્યગુ બોધ નામનું જે ફળ આવવું જોઈએ તે આવ્યું નથી. જ્યાં ફળની નિષ્પત્તિ જ નથી ત્યાં તે વિષયની થયેલી આરાધના પણ અનારાધના જ છે.
125
चतुर्थं प्रव्रज्यापरिपालनासूत्रम् ।