________________
(૫) કદી ગુરુકુળવાસને ત્યજતો નથી તેથી ગુરુકુળવાસી છે. (૬) ગુરુ પ્રત્યે હાર્દિક આદર રાખનારો હોવાથી ‘ગુરુપ્રતિબદ્ધ' છે.
(૭) તે એવું પણ માને છે કે ગુરુકુળ વાસ કરતાં ચિડયાતું કોઈ જ આલંબન નથી જે આત્મહિત કરી શકે કેમકે આત્મહિત માટે ગુરુકુળ વાસ જ શ્રેયસ્કર છે તેવી તો જિનાજ્ઞા છે... શાસ્ત્રમાં કહ્યું છે કે नाणस्स होई भागी थिरयरओ दंसणे चरिते य । धन्ना - आवकहाए गुरुकुलवासं न मुंचन्ति ॥
તે ધન્ય છે જે જીવનભર ગુરુકુળવાસને છોડતાં નથી, તેઓ જ જ્ઞાનના ભાગી બને છે, શ્રદ્ધાના સ્વૈર્યને અને ચારિત્રની સ્થિરતાને પામે છે...
-
(૮) આવા ગુણોને અને અભિપ્રાયને પામેલો આ નૂતન દીક્ષિત હવે ગુરુ પાસે ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાને ગ્રહણ કરે છે.
(૯) ગ્રહણ-આસેવન શિક્ષાને ગ્રહણ કરતાં-કરતાં સૂત્રના અભ્યાસ માટે જરૂરી એવા શુશ્રુષા વિગેરે ગુણોને પોતાના વ્યક્તિત્વમાં પ્રગટ કરે છે.
(૧૦)શુશ્રુષા વિગેરે ગુણોને તે ધારણ કરી શકે તે પછી તે ફક્ત તત્ત્વનો આગ્રહી અને વિધિનો પક્ષપાતી બની જાય છે. (૧૧)તત્ત્વના જ આગ્રહને વળગેલો તે હવે સૂત્રનો અભ્યાસ કરે. સૂત્રને રાગ-દ્વેષરૂપી ઝેરનું ઉતારણ કરનારા મંત્રાક્ષ૨ માનીને તેનો અભ્યાસ કરે. બે રીતે. એક, ગુરુ મુખે વાંચના સાંભળવા દ્વારા. બે, ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરીને તેને ગોખવા દ્વારા.
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
120