________________
તેવી સ્થિતિમાં અંતકરણથી નિર્દભ રહીને બહારથી દંભનો આશ્રય કરવો અને મા-બાપ વિગેરે પાસે દંપૂર્વક એવું કહેવું કે મને આવા-આવા દુઃસ્વપ્નો આવે છે જેનો અર્થ તો એ જ થાય કે હવે મારું આયુષ્ય અલ્પ છે. તમે અજાણ્યા જ્યોતિષીને પૂછીને મારા આ સ્વપ્નોનું ફળકથન જાણો. ખાત્રી કરી લો અને જો ખરેખર મારી શંકા પ્રમાણે મારા સ્વપ્નોનું ફળ મારા અલ્પાયુષ્યને જણાવનારું હોય તો કૃપા કરીને દીક્ષાની સંમતિ આપો !
થોડો સમય જીવનનો બાકી છે. સંયમ વિના મારે મરવું નથી. એમ પણ જો હું અલ્પાયુષી છું તો તમને મદદગાર બનનાર નથી તો પછી મારા આત્માનું હિત શા માટે નથી કરવા દેતાં ?
આ રીતે દુઃસ્વપ્ન વિગેરે કહેવા. એથી ભયભીત બનેલાં માબાપ જ્યોતિષીઓને તે સ્વપ્નોના ફળ પૂછવા જશે. તેમના દ્વારા પણ
જ્યારે તેમને જાણવા મળશે કે હા, આવા સ્વપ્નો જોનાર તો જલ્દીથી મરણ પામનાર બને છે ત્યારે દયાળુ થઈને તેઓ દીક્ષાની પરવાનગી આપી દેશે.
અહીં એ પ્રશ્ન થાય કે આ તો મા-બાપ કે પત્ની સાથેની છેતરપીંડી થઈ કહેવાય. આવી માયા કરીને દીક્ષા લેવાય ? તો તેનો જવાબ એ છે કે અહીં માયા કરનારનો આશય માયાથી કલુષિત થયેલો નથી બલ્ક મા-બાપના મોહના બંધનને શિથિલ કરવાનો છે તેથી આ રીતે કરેલું દંભસેવન પણ ભાવથી તો સ્વ-પરને શુભ અનુબંધ કરાવનાર બને છે.
છેલ્લો ઉપાય : મા-બાપની નાસંમતિ છતાં દીક્ષા લઈ લો !
આ રીતે ત્રણ-ત્રણ ઉપાયો કર્યા. (૧) તેમને સાથે જ દીક્ષા લેવા માટે સમજાવ્યાં. (૨) તૈયાર ન થયાં તો તેમના નિર્વાહની
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
106