SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ જે છ આત્માની વાત ચાલે છે તે આત્માએ સ ́સારના ભયથી ત્રાસ પામીને, કામભોગાને છેાડીને જિનેશ્વર પ્રભુનું શરણુ કેવી રીતે અ ંગિકાર કરશે અને શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે, આજે બા. બ્ર. પૂ. મણીબાઈ મહાસતીજીની પુણ્યતિથિ છે. ખરેખર મહાન આત્માનાં જીવન જ એવાં હાય છે કે જે પાતે આ દુનિયામાંથી ચાલ્યા જવા છતાં બીજાને પ્રેરણા આપતા જાય છે. તે જ પ્રમાણે પૂ. મણીબાઇ મહાસતીજી આજે તેમના સંયમી:જીવનની સુવાસ સૌને આપતાં ગયા છે. તેમના જન્મ ૧૯૪૪ના બૈસાખસુદ ૧૧ના દિવસે માળીયા ગામમાં દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં થયા હતા. બાલ્યાવસ્થામાંથી જ ધર્મના સ`સ્કાર મળતાં પૂ માંધીબાઇ મહાસતીજી પાસે માતા ને દિકરી અન્તએ દીક્ષા લીધી. દીક્ષા લઇને પૂ. ગુરૂણીના ચરણ કમળમાં રહી આત્મ જાગૃતિમાં રહેતા ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભવ્ય જીવને જીનેશ્વરના માનું ભાન કરાવ્યું. પૂ. મણીબાઇએ પેાતાના સંયમી જીવનની સુવાસ ફેલાવી આત્મ-સાધના સાધી અનેક જીવાને તાર્યો. કે જે હાલ વર્તમાનમાં બિરાજમાન પૂ. મા. પ્ર. શ્રી યાબાઈ મડ઼ાસતીજી, વિજયાબાઈ મહાસતીજી વિગેરે ઠાણાઓ વિદ્યમાન છે, તે બધા પ્રતાપ પૂ. મણીબાઇ મહાસતીજીને છે. આમ સાડાઓગણપચાસ વર્ષી દીક્ષા પર્યાય પાળી ટકારા ગામમાં ૨૦૦૬ ના જેઠ વદ આઠમના દિવસે સ` જીવને ખમાવી આ મહાન સતીજીના જીવન દિવડા સદાને માટે બૂઝાઈ ગયેા. આજ સૌ કાઈ સારા પચ્ચખાણુ લેશો તેા જ પુણ્યતિથિની સાકતા કહેવાશે. વ્યાખ્યાન ન—૧૧ અષાડ વદ ૯ ને સામવાર તા. ૨૭-૭-૭૦ શાસ્ત્રકાર ભગવત ત્રિલેાકીનાથ પ્રભુ મહાવીર સ્વામીએ ફરમાવેલ ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યયનમાંથી ચૌદમા અધ્યયનમાં છ જીવાનું વર્ણન આવે છે. તે છ જીવા પૂર્વે કાણુ હતા, કયાંથી આવ્યા છે અને કઇ નગરીમાં ઉત્પન્ન થયા છે, તેનું વર્ણન સિદ્ધાંતકારે કર્યુ` છે. તેમના નામ શું છે તે આગળની ગાથામાં આવશે. પણ તે જીવા કેવા હતા ! નિષ્વિણુ સંસાર ભયા જહાય, જિણિંદ મગ્ન સરણું પવન્ના” તે આત્માએ પૂર્વભવમાં કરેલા દેવગતિને ચેાગ્ય શુભ કમના ભાગવટો કરીને શેષ બાકી રહેલાં ક્રમને ભેગવવા માટે જ્યાં જિનેશ્વર દેવ પ્રણીત ધમ નજીક હોય તેવા પ્રધાન-ઉત્તમ કુળને વિષે આવીને ઉત્યન્ન થયાં. ત્યાં પણ સંસારના ભયથી ત્રાસ પામ્યા;
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy