SearchBrowseAboutContactDonate
Page Preview
Page 838
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૫ અવાક બની ગયે, પાસે આવીને કહે છે, હવે તમે મને પાંચ હજાર રૂપિયા આપ તે પણ મારે ખૂન કરવું નથી. કસાઈનું કર હદય પણ સુશીલાના વચનેથી પીગળી ગયું. પતિને કહે છે કે આપણી સર્વ મિલક્ત દઈ દેવી પડે તો પણ ભાઈના ચરણેમાં અર્પણ કરી દઈએ, પણ આપણે ભાઈને પ્રેમ જોઈએ છે. વેર નથી જોઈતું. માટે ચાલે, અત્યારે ને અત્યારે ભાઈ ભાભીની ક્ષમા માગવા જઈએ. પતિ કહે, તું જેમ કહે તેમ કરવા તૈયાર છું. પણ જે ભાઈ મારૂં ખૂન કરવા ઉભું થયું છે તેની પાસે માફી માગવા તે. નહિ જ આવું. એ કામ મારા માટે કઠણ છે. પણ બળાત્કારે પતિને લઈને જાય છે. બાળકને ઘેર જ મૂક્યો. ખૂન કરનાર કસાઈનું હૃદય-પરિવર્તન થઈ ગયું છે. એકને એક બાળક તેને સેંપીને બંને જણા ભાઈના ઘેર આવ્યાં. બારણું ખખડાવ્યું. સુશીલા જેટલી સદ્ગુણી હતી તેટલી જેઠાણી ન હતી. જે જેઠાણીમાં સદ્દગુણ હેત તે આ પ્રમાણે આ મોર મંડાત નહિ. બારણું ખખડયું એટલે કહે છે કે આ ખૂન કરવા. તેમણે એક હજાર આપી ખૂની ઉભો કર્યો હતે. ખૂનીને કહે છે જે આવે તે જ તું તેના એક ઘાએ બે કટકા કરી નાંખજે. સુશીલા પિતાના પતિને કહે છે તમે મારાથી ત્રણ ફૂટ પાછળ રહેજે. કાંઈક બની જાય તે પહેલાં હું અને પછી તમે. સુશીલા મધુર સ્વરે કહે છે. મોટાભાઈ ! અમને માફ કરજે. આટલી મોડી રાત્રે આપની ઊંઘમાં ખલેલ પાડવા આવ્યા છીએ, સુશીલાને અવાજ સાંભળી કહે, જોયું! એને સુશીલાના જેવું બોલતા પણ આવડે છે. ફરીને સુશીલા બેલે છેમોટાભાઈ! હું સુશીલા પિતે છું. તેને થયું, સુશીલા, આવે જ કયાંથી? બે ત્રણ વખત બોલી એટલે સમજી ગયો કે નક્કી સુશીલા છે. અહો, સુશીલ તું કયાંથી? આમ બેલી જેઠ ઉઠયે. ત્યારે તેનામાં રાક્ષસવૃત્તિ ભરી હતી. પણ જ્યાં સુશીલાના શબ્દો સાંભળ્યા ત્યાં તેના હૃદયમાંથી દુષ્ટ ભાવના ચાલી ગઈ. સદ્દગુણમાં કેટલી શક્તિ છે! જેઠ બેભાન થઈને ઢળી પડે છે. ખરેખર હૃદયમાં રહેલા શલ્યને કાઢનાર આલેચના છે, પહેલાં તે રાજા મહારાજા બહારગામ જાય ત્યારે તેની સાથે વૈદે ને ડોકટર જતા હતા, પણ હવે તે મેટા શેઠીયાઓ પરદેશ જાય તે તેની સાથે ડોકટર હોય છે. તમારા બાહયોગથી બચવા ડોકટર સાથે ને સાથે રાખે પણ જન્મ-જરા ને મરણના રોગને મટાડનારા ડોકટરને સાથે લઈ જાય છે કે નહિ? (સભામાંથી અવાજ :- એ ડોકટર સાથે ન આવે). વાહનમાં ન બેસે. હું કહું છું ભલે, તમારા ગુરૂ તમારી સાથે ન આવે. પણ તેમની આપેલી હિતશિખામણે, વરના વચને તે તમારી સાથે આવે છે ને? (ના). એ તે ભુલી જવાય છે. તમને તમારા સ્ટાર ને ઘરના નામ યાદ રહે. દિપક સ્ટોર, વીરાણી સદન, વિગેરે બધું યાદ રહે છે. તમારા પુત્ર-પુત્રીનું નામ ભુલતા નથી પણ ગુરૂના વચને ભુલી જાય છે!! સુશીલા નમ્ર સ્વરે જેઠને વિનવી રહી છે. હજુ જેનું પ્રત્યક્ષ મુખ જોયું નથી, શા. ૧૦૪
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy