SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ હતો. અહીં વીરને અર્થ મજબૂત શરીરવાળે કે વાણીશુ એમ નથી, પરંતુ દૃઢ મનોબળવાળે આત્મવીર એમ થાય છે. જે કોધનો પ્રસંગ હોવા છતાંય કોપાયમાન થતું નથી, ગાળેને જવાબ મીઠા હાસ્યથી આપે છે, તોફાનમાં પણ જે દઢતાથી ઉભું રહે છે, તે જ સાચે વીર છે. એટલા માટે જ આર્ય ઋષિઓએ કહ્યું છે “શક્તિશાળી માણસની ક્ષમા એ જ સાચી ક્ષમા છે.” કાયર કેઈ દિવસ ક્ષમા આપી શકતો નથી. સબળ જ ક્ષમા આપી શકે છે. ક્ષમા માણસને સહનશીલ અને શાંત બનાવે છે. ક્ષમા પિતાની અનંત શક્તિને ઓળખવાને સંદેશ આપે છે. ક્ષમા કહે છે, ઉપકાર ઉપર અપકાર કર, ગુનેગારને શિક્ષા કરીને નિર્બળ બનાવે એ કાર્ય તે દુજનેનું છે. અપકાર કરનાર પર ઉપકાર કરે, ગુનેગારને પ્રેમથી વશ કરે અને ક્ષમાથી તથા પ્રેમથી હદયનું પરિ. વર્તન કરાવવું એ કાર્ય ઉત્તમ પુરૂનું છે. તેના ઉપર એક દષ્ટાંત છે તે આપને કહું છું. એક માતાના લાડીલા બે પુત્ર સાથે જ રહેતા હતાં, સાથે જ ખાતા હતા, સાથે જ પીતા હતા અને સાથે જ સૂતા હતા. એ એકબીજા પ્રત્યે ભાઈ ભાઈને પ્રેમ હતે. અનુક્રમે બંને ભાઈઓ મોટા થાય છે. બંને ભાઈઓની માતા પહેલાં ગુજરી ગઈ હતી. તેમાં નાનો ભાઈ વધુ ના હતું અને મોટેભાઈ સમજમાં આવી ગયેલું હતું. તેને પરણાવી દીધું હતું. માતા મરતી વખતે કહી ગઈ હતી કે બધી મિલક્તને ભાગ કરજે, પણ એક આપણે બગીચો છે તેમાં ફળફૂલે ઘણાં થાય છે, બાર મહિને દશ હજાર રૂપિયાની આવક છે, તે મારા નાના દિકરાને દઈ દેજે. તેને ભાગ ના પાડશે. નાને ભાઈ મેટો થયો. તેને પરણ. વખત જતાં બાપ વૃદ્ધ થઈ ગયે. બાપ કહે છે બેટા! હું તમને મિલકતના ભાગ વહેંચી આપું. પાછળ કાંઈ ઝઘડો ન રહે ભાઈઓ કહે છે બાપુજી ! તમે આ શું બોલી રહ્યા છે ? અમે બંને ભાઈઓ એક છીએ ત્યાં ભાગ કેવા? ભાઈ ભાઈનાં પ્રેમ હોય તે સ્વાભાવિક છે, પણ દેરાણી-જેઠાણી પણ બે બેની જેમ સંપીને રહે છે. પણ કોઈને એક બીજા પ્રત્યે અવિશ્વાસ નથી. નાનાભાઈની વહુને બાર વર્ષે સીમંત છે. એટલે તે રાખડી બાંધીને સૂવાવડના પ્રસંગે પિયર જાય છે. તે બેનનું નામ સુશીલા છે. નામ છે તેવા જ તેનામાં ગુણ છે. જતાં જતાં તેના પતિને કહે છે. હું જાઉં છું. તમે ભાઈ ભાભીના વિનયને કદી મૂકતા નહિ. પતિ કહે કે તું શું બેલે છે ! મેટા ભાઈ ત તે મારા બાપ સમાન છે અને ભાભી મારી માતા સમાન છે. તું એની ફિકર ન કરીશ. સુશીલાને સંતોષ થયો. પિયર ગઈ. તેના ગયા પછી દિવાળીના દિવસો આવ્યા. જેઠાણું સારાં કપડાં પહેરીને ઉપાશ્રયે ગઈ. ત્યાં બધી બહેને તેને પૂછવા લાગી કે અમે સાંભળ્યું છે કે તમારા મછીયારા વહેંચાઈ ગયા તે શું સાચી વાત છે? ઘણું પૂછે છે પણ બહેન કાંઈ બેલતી નથી. બહેને ફરીને પરાણે પૂછે છે ત્યારે જેઠાણી કહે છે. અમારા મઝીયારા વહેંચાણું છે પણ અમે વહેંચાણા નથી. અમે તે ભેગા જ રહીએ છીએ. અમારે મઝયારા જેવું કાંઈ છે જ નહિ.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy