________________
પૃથ્વી ઉપર પિતાનું સામ્રાજ્ય થઈ જશે. સિકંદર:મહેલમાં ગયો. તેણે એક શેર પુરી અને એક શેર જુવાર ખોપરીમાં નાંખી. પછી જોયું તે પરી ખાલી. ગુણીઓની ગુણીએ લાવી તેમાં નાંખી પણ પરી ખાલી જ રહી. સિકંદરના આશ્ચર્યની હદ ન રહી. તે સમજી ગયો કે આ કઈ ચમત્કારિક ખોપરી છે. સિકંદર ની પાસે ગયે અને બધી વાત કહી સંભળાવી. ગીએ હસતાં હસતાં કહ્યું, સિંકદર ! તું જાણતા નથી કે આ માનવીની ખેપારી છે. આટલું મોટું રાજ્ય પણ તેને ન ભરી શકયું તે જુવારના દાણાથી તે કેમ ભરશે? સિકંદર સમજી ગયે. તમે બધા પણ સમજી ગયા હશો કે મનુષ્યની આ પરી ભરવી એ કેટલું કઠણ કામ છે !
દેવાનુપ્રિય ! સંગ્રહમાં શાંતિને શોધવી એ મોટી ભૂલ છે. જે એમ માને છે કે પૈસા આવવાથી મનમાં સ્થિરતા આવે છે. એ ખૂબ જ મોટી ભ્રમણામાં છે. તેઓ ધનને સમજ્યા છે પણ મનને નહિ. મનની ગતિને સમજનાર એવી ભૂલ કદી ન કરે. બંધુઓ! તમે સારી રીતે જાણે છે કે વિકાસ અને વૈભવનાં જે સાધને મધ્યયુગના સમ્રાટ અકબર પાસે નહાતાં તે આજે એક સામાન્ય માણસ પાસે હોય છે, પરંતુ મધ્યયુગના સાધારણ માનવીને જેટલી શાંતિ હતી તે આજે મોટા ધનવાનેને પણ નથી. શાંતિ, વિલાસનાં સાધને સંપત્તિના સંગ્રહમાં નથી પણ મનના સંતેષમાં છે.
સુખ તે સ્વાધીન હેવું જોઈએ. પરાધીનતામાં સુખ હોય ખરૂં? પગલિક મુખે બધા પરાધીન છે. વાસ્તવમાં તે એ સુખ સુખ જ નથી. સુખને માત્ર આભાસ છે. રહેવા માટે આલીશાન બંગલે હોય, ખાવા માટે સુંદર મિષ્ટાન્ન ને પૌષ્ટિક ભજન હિય, પાણી માગતાં દૂધ હાજર થાય એવી સાહયબી હોય, છતાં પણ આજના શ્રીમંતેને સુખને અનુભવ થતો નથી. જ્યારે જેની પાસે કંઈ નથી એવા અનેક ગી આત્માઓ અપૂર્વ સુખ-શાંતિમાં જીવે છે. જે બાહ્ય પદાર્થોમાં સુખ હોત, ઈન્દ્રિઓના ભગવટામાં સુખ રહેતું હોત તે આવું ન બનત. બંગલાવાળા બધા સુખી હેત અને અમારા જેવા સાધુએ દુઃખી હોત. પણ બંધુઓ, એવું નથી, એટલે જ આમ જણાય છે. પદગલિક પદાર્થના ભગવટાથી કોઈને કદી તૃપ્તિ થઈ નથી અને થવાની પણ નથી, અને તેથી સુખની જે આશા છે તે અધુરી રહેવાની છે. પરંતુ આજે તે માનવી આવી આધ્યાત્મિક (સાચી દિશામાં જવાને બદલે ભૌતિક સંપત્તિની બેટી દિશામાં દોટ લગાવીને સંસારની ભુલભુલામણીમાં અટવાઈ ગયો છે.
- આજે અમારી ક્ષમાપના દિન છે. શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણને બૃહદ્કલ્પ સૂત્રના ચોથા અધ્યાયમાં સ્પષ્ટ આજ્ઞા આપી છે કે :: હે સાધક! જે કઈ શ્રમણ સાથે કોઈ કારણસર તારે કજીયે થઈ જાય તો તારે તેની ક્ષમાયાચના કરી લેવી. ક્ષમાયાચના ન થાય ત્યાં સુધી તારે આહારપાણી ન લેવાં.