SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૩ પછી રાત્રે કે દિવસે, ઊંઘતા કે ઊઠતા મુખમાંથી એક જ શબ્દ નીકળશે. હે વીતી કદાચ અણધારી આપત્તિ આવી જાય અથવા ઠોકર વાગે ને ગબડી જવાય પણ મેમમાં તે વીતરાગ જ આવશે. જ્યારે એમ થાય કે ભલે સ્વજન બધા મારા કહેવાય પણ સાચા સ્વજન તો વીતરાગ છે. એ જ મારે સાચો સ્વજન છે ત્યારે જીવનની દિશા પલટાઈ જશે. જેના હૈયામાં વીતરાગ વસ્યા હતાં તેવા આત્માએ સંસારની સામગ્રી વચ્ચે રહીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેશુ? તે આપ જાણે છે ને? ભરત મહારાજા. અને જેને વીતરાગ ભાવ જાગૃત થયો નથી અને સંસારની સામગ્રીના રાગમાં અંત સુધી આસક્તિ છોડી નથી તે બ્રાદત્ત ને સુભૂમ ચક્રવતી સાતમી નરકે ચાલ્યા ગયા. ચક્રવતિ તે બાર હતા, પણ જે અંતિમ સમયે આસકિત ન છેડી શક્યા તે નરકે ગયાં. અરે, ઘણી વાર એક જ સરખી ક્રિયા હોય છતાં એક જીવ મેક્ષમાં જાય તે બીજે જીવ અદ્યો ગતિમાં જાય. ગજસુકુમારને માથે અંગારા મૂકાયા. એ ઉપસર્ગને સમભાવે સહન કર્યા. બંધક મુનિની જીવતાં છાલ ઉતારી, ૫૦૦ મુનિએ ઘાણીમાં પલાયા. આ બધા આત્માઓ આત્મ સ્વરૂપમાં રમણતા કરતાં મોક્ષગામી બન્યા. પણ જ્યારે આવા જ પરિસહ મોહને વશ થઈને આત્મઘાત કરનાર અગતિમાં ચાલ્યા ગયા. ખરેખર! મેહદશા એ બૂરી છે. મિથ્યાત્વ તેથી પણ ખરાબ છે. તેના દ્વારા થતાં. ક્રોધ-માન-માયા ને લાભ પણ ખરાબ છે. આવું સમજીને ચક્રવતિઓએ સંસારની સામગ્રી છેડીને દિક્ષા લીધી. ભરત મહારાજા વિષય કષાયથી ખૂબ જાગૃત હતા. તેમણે વિષયથી સાવધ રહેવા માટે ધમી માણસને વારંવાર પિતાને જાગૃત રાખે એમ સૂચવ્યું હતું. દેવાનુપ્રિયે! કઈ પણ વસ્તુનું જ્ઞાન થવા માત્રથી કાર્ય સધાતું નથી. અમદાવાદ પહેચવાના જ્ઞાન માત્રથી અમદાવાદ પહોંચી શકાતું નથી. પણ તે માટે ગાડીમાં બેસવા રૂપ ક્રિયાની આવશ્યકતા છે. જેમ પાટા વિના ગાડી ન ચાલે તેમ ક્રિયા વિના જ્ઞાન ન નભે. એક પાટો ગાડી સિવાય ઈચ્છિત સ્થાને ન પહોંચાડે. તેમ એકલી ક્રિયા પણ મેક્ષસ્થાને ન પોંચાડી શકે. માટે જ્ઞાન ને ક્રિયા બંનેની જરૂર છે. બંધુઓ ! આજ સુધી જીવે સંસારમાં અનંતકાળથી પરિભ્રમણ કર્યું છે. તેનું કારણું સુખને રાગ અને દુઃખને દ્વેષ છે. માટે સુખના રાગ ઉપર કાપ મૂકવા માટે ભગવાને ચાર ધર્મ બતાવ્યા છે, દાન-શીલ–તપ અને ભાવ. પરિગ્રહ સંજ્ઞાને લાત મારવા માટે શીલ ધર્મનું આયોજન છે. આહાર સંજ્ઞાને હઠાવવા માટે તપ ધર્મનું વિધાન છે. અને ભય સંજ્ઞાને દૂર કરવા માટે ભાવ ધર્મનું વિધાન છે. સંજ્ઞા એટલે વગર બેલાવે આવે છે. વગર શીખવાડે આવડે તેનું નામ સંજ્ઞા. આ સંજ્ઞાની જડ જે કંઈ હોય સુખ પરને રાગ અને દુઃખ પ્રત્યે દ્વેષ છે. માટે જ્ઞાની ભગવંતે ભૌતિક ઈચ્છા પર કપ મૂકીને સંજ્ઞાને હટાવવા માટે કીમિયે બતાવે છે. આ સંજ્ઞાને સંપૂર્ણપણે ખેદાન
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy