SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૮ તેમાંથી તમારા બાળકોને રેજો અને સારું તેને સમજાવજે. જેથી તમારા બાળકે પાપથી પાછા હઠે. હવે કમલાવતી રાણી ઈષકાર મહારાજાને સમજાવી રહી છે તે સ્વામીનાથ! લવમીની અતિ તૃષ્ણા જીવને દુર્ગતિમાં લઈ જનારી છે. માટે આપણને બ્રાહ્મણની છડેલી અદ્ધિ જોઈતી નથી. હજુ કમલાવતી રાણી આગળ શું કહેશે તેને ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૧૦ કારતક સુદ ૧૦ ને રવિવાર તા. ૮-૧૧-૭૦ પરમ કરૂણાવંત, પરમ ઉપકારી, શ્રુતકેવળી, ગણધર ભગવંત શ્રી સુધર્મા સ્વામી ભવ્ય જીના કલ્યાણ માટે ઉપદેશ આપતાં ફરમાવે છે કે હે ભવ્યજી! કંચન, કામિની, કુટુંબ અને કાયાની ચેકડી દુર્લભ નથી, પણ માનવતા, મૃત વાણીનું શ્રવણ, તેના ઉપર શ્રદ્ધા અને સંયમ એ ચેકડી દુર્લભ છે. અસંયમ, અનીતિ અને અનાચારમાં રમતા કરવી તેમાં બહાદુરી નથી. એ તે અનાદિનાં છે જ. પરંતુ સંયમમાં, ન્યાય-નીતિમાં અને સદાચારમાં રંગાવું તેમાં બહાદુરી છે. ઘાંચીને બેલ આ દિવસ ફરે પણ સાંજે હતું ત્યાં ને ત્યાં આવે છે. તેમ આ જીવ અનંતકાળથી ૮૪ લાખ છવાયનીના ચક્કરમાં ભટક હોવા છતાં આજે પણ જુઓ તે પ્રાયઃ હતું ત્યાં ને ત્યાં! કારણ કે નિજને ભૂલીને અત્યારસુધી એ ચેકડીમાં જ ફસાયેલે રહ્યો છે. આટલે કાળ ભવમાં ભટક્યા પછી પણ આત્મા હજુ ચરમાવર્તામાં આવ્યા નથી. આથી તેવા આત્માઓએ આજ સુધીમાં અનંત પુદ્ગલ પરાવર્તન કર્યા અને હજુ પણ કેટલા કરશે, એ તે જ્ઞાની ભગવંત જાણે! મનુષ્ય જન્મ મળે તે પણ કર્મની ગાડતા એવી હોય છે કે તેને એવી ઈચ્છા કેમેય કરી ન થાય કે મને કોઈએક્ષમાગે ચઢાવે તે ઠીક ! અભવી નવ પૂર્વ સુધી ભણે તો પણ તેને મોક્ષની ઈચ્છા થાય નહિ. આ ધર્મની વાત તે લઘુકમી ભવ્ય છે માટેની જ છે. અભવી પણ ચારિત્ર તે લે પરંતુ તેને પાંચ ચારિત્રમાંનું એક પણ ચારિત્ર હેય નહિ દ્રવ્યથી તો યથાખ્યાત ચારિત્ર જેવું ચારિત્ર પાળે, પણ તે આ લોકના અહમિન્દ્રતા પર્વતના સુખ માટે, પણ મોક્ષ માટે નહિ. ઘણાં એવા જીવે છે કે તેમને નવકારમંત્ર આવડે નહિ એટલું જ નહિ પણ લાવે તે પણ ન બોલે, વ્યવહાર બધો આવડે. તમે સાંભળ્યું હશે કે કપિલાદાસી દાન આપે તે શ્રેણિક રાજા નરકે ન જાય,
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy