SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ . જ્યાં તમારે વાર્થ છે, જ્યાં આસક્તિ લાગેલી છે. એમાં કોઈ દિવસ તમે મેડા નહિ પડે. જ્યાં રુચિ જાગે છે ત્યાં પગમાં જોર, આવી જાય છે. વગર ઉપદેશે જોર આવી જય છે, પણ સ્વાધ્યાયમાં મોટા પડે તે જાણું લેજે કે એના પ્રત્યે હજુ રૂચિ જાગી નથી | બંધ ! આજના ભૌતિક જ્ઞાને જગતના દૈહિક સુખ માટે આત્માને વેચી નાખ્ખ છે. બકરા માટે ઐરાવત હાથી વેચે છે. એર લાવવા માટે કહપવૃક્ષને ઉખેડી નાખ્યું. છે. મતીનું પાણી લેવા માટે મેતીને ભુક્કો બનાવે છે. મનુષ્ય ભવ રૂપી રત્ન મળ્યા પછી તેને કાચ સમજી વિષય વિલાસના ઉકરડામાં ફેંકી લીધું છે. તુચ્છ ભૌતિક સુખને મેળવવા અમૂલ્ય માનવ ભવની પળે પળ બેહાલ કરી નાખી છે. ગૌશીષ ચંદનના બહુમૂલ્ય વૃક્ષ જેવી વાત્સલ્ય હિત કરનારી પરમાત્માની મંગલ વાણીને ક્ષણિક સુખ માટે લાત મારી રહ્યા છે. વીતરાગ કથિત વાણી સાંભળતા જ્યારે આત્મામાં રસ જાગશે ત્યારે તમને કકડીને ભૂખ લાગી હશે તે પણ ભૂલી જશે. યશવિજયજી મહારાજ શાસ્ત્રના સ્વાધ્યાયના ધ્યાનમાં ઘણી વાર એવા લીન બની જતાં હતાં. કે ઘણીવાર ચૌવિહારના પચ્ચખાણ કરતી વખતે પાણી પીવાનું ભૂલી જતા હતા. આટલે બધે રસ તેમને શાસના સ્વાધ્યાયમાં હતા. - આજનું ભૌતિક વિજ્ઞાન શીખવે છે કે બીજાનું ગમે તેમ થાવ પણ તમે તમારું સચો. નિશાળમાં આજે શીખવે છે કે કોડલીવર તેલ, ઇંડા, મચ્છી વિગેરે વાપરો. જેથી તમારું શરીર મજબૂત બનશે. તેમાં વિટામીન “A” છે. ઘઉંના પૌષ્ટિક બેરોકમાં વિટામીન “B” છે. શાકભાજી, ફલ-કુલમાં વિટામીન “C ” છે. પરંતુ જિનશાસન કહે છે કે A, B, C, D, E, F, G (એ, બી, સી, ડી, ઈ, એફ, જી) આ સાતે વિટામીને બ્રહ્મચર્યમાં છે. તેનાથી તમારા આત્માનું ઓજસ વધશે. અને જીવનું રક્ષણ થશે. તમારું શરીર પણ શુદ્ધ બનશે. ઇંડા, માંસ, સંસી–પંચેન્દ્રિયનાં કલેવેરે છે, તેમાં હિંસાના ભાગીદાર બનાય છે. જૈન શાસને સાતે વિટામીને પ્રાપ્ત કરવા માટે ટૂંક અને મીઠો માર્ગ બ્રહ્મચર્યને બતાવ્યું છે. ' }} : આજે દેશમાં લશ્કરના ત્રણ વિભાગ પાડ્યા છે. જેમ કે એક જળમાં લડનારું, બી આકાશમાં વિમાનથી લડનારું, ત્રીજું પૃથ્વી પર પગપાળું લડનારું, તેમ પંચેન્દ્રિ તિર્યંચના ત્રણ ભેદ જૈન શાસ્ત્રમાં પાડેલા છે. એક જળચર, બીજું સ્થળચર અને ત્રીજું બેચર, સ્થળ ઉપર ચાલનારના ત્રણ ભેદ-ઉરપર-પટેથી ચાલનાર, સર્પ આદિ. ભુજપરભિવથી ચાલનાર નેનિયા આદિ અને પગથી ચાલનાર ગાય આદિ. આકાશમાં ઉડનાર સીના બે ભેદે છે. રૂવાંટાની મુખવાળા મેર વગેરે અને ચામડાની પાંખવાળા ચામા ચીડિયાં, વગેરે, જળચર–પાણીમાં રહેનારાના વિભાગો પાડયા છે, આટલું કહીને તેઓ મટી જતાં નથી. જેનશાસન તે આગળ વધીને કહે છે કે અઢી દ્વીપની બહાર પણ બે પ્રકારનાં પક્ષી છે. એક સંક્રોચાએલી પાંખવાળાં એટલે બેસે-ઉઠે ત્યારે પાંખે સંકોચાયેલી
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy