SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ૭પ કયા નથી. તમારા ભાગ અલગ રાખી મારા ભાગની મિલકત જ વાપરી છે. મેં તમને મહાજનને દાન કરવા કહ્યું, ત્યારે તમને આપવું ન ગમ્યું. મેં આખી જિંદગી પાપ.જ કર્યું છે. એ પાપનું પ્રાયશ્ચિત કરવા હવે ધર્મધ્યાન સિવાય અન્ય કેઈ ઉપાય નથી. પુત્ર કહે છે બાપુજી! તમે જે કર્યું તે ખરું. પણ હવે તમે જુદા રહે તે સારું ન કહેવાય. અમારે ઘેર ચાલે. પુત્રોના ખૂબ ખૂબ આગ્રહથી ઘેર ગયાં પણ હવે શેઠને પૈસાની મમતા ન હતી. સંત અને ધર્મ એના પ્રાણું બની ગયા હતાં. પાછલી જિંદગી ધર્મ ધ્યાનમાં ગાળી પંડિત મરણે મય. દેવાનુપ્રિયે! સંસારની માયામાં ફસાયેલા છમાંથી સમયને ઓળખી જીવનની દિશા બદલનારા જીવ બહુ અ૯પ હેાય છે. જો તમે સમજીને તમારા જીવનને રાહ નહિ બદલે તે ચોરાસીના ચક્કરમાં પીલાઈ જશો. કમલાવતી રાણી કહે છે મહારાજા! ધનની અતિ તૃષ્ણ સારી નથી. લોકો ગરીને દાન કરે છે. ત્યારે તમે તે પારકી લક્ષ્મી ભંડારમાં ભર્યા કરે છે. તમારી ભૂખ કયારે મટશે? મને તે તમારી બહુ ચિંતા થાય છે. જગ સઘળાનું ભેગું કરી લાવે તારા ઘરમાંય...સાંભળ....... તે પણ તૃષ્ણા છીપે નહીં, એક હારે ધર્મ સહાય, સાંભળ હે રાજા...બ્રાહ્મણની છડી ઋદ્ધિ મત આદર. સ્વામીનાથ! તમારે એક જ કામ લાગે છે કે જે કઈ મરી ગયા હોય તેનું ન દીયું ધન ભેગું કરવું. એંઠ કરતાં પણ ખરાબ વમેલું ધન લાવે છે. આ તમારી તૃષ્ણા જોઈને મને તે એમ થાય છે કે મારા પતિનું પરભવમાં શું થશે ? તમારાથી છૂટે તે હૈયેલી છે અને ન છૂટે તે કાંઈ નહિપણ જે છેડીને ગયા છે તેની મિલકતમાં હાથ શા માટે નાંખે છે ? આ લક્ષમી કેવી ચીજ છે ? લક્ષમી ખાતર માણસ કેટલું સહન કરે છે! એક શેઠ પાસે ક્રોડ રૂપિયાની સિકત ભેગી થઈ. એક જ દિકરો હતો. બાપદિકરાએ વિચાર કર્યો કે આ લક્ષ્મીને જે ઘરમાં રાખીએ તે ચોર ચેરી જવાને ભય ચિહે બેંકમાં મૂકીએ અને કદાચ સરકાર કબજે લઈ લે તે આપણી લક્ષ્મી પણ લઈ છે. જમીનમાં દાટીએ અગર ભીંત કે મકાનના પાટડામાં મૂકીએ તે આગ લાગે ને બળી જાય. તેના કરતાં ગામ બહાર જઈ કોઈ એવા સ્થાનમાં દાટી આવીએ કે કેઈ ને ખબર જ ન પડે. દિકરાને પણ બાપની વાત ગમી. બંને જણ ગામથી થોડે દૂર જંગલમાં ગયા. એક જગ્યા પસંદ કરી બાપ ખાડો દવા લાગ્યો, અને પુત્રને કહ્યું. બેટા ! હું ધન દાટવા ખાડો તે ખોટું છું. પણ આસપાસ નજર કરી આવ કે કઈ માણસ તે નથી ને? છોકરાએ આમતેમ નજર કરતાં જોયું તે એક માણસ ઝાડીમાં સૂતે હતો. એ જાગતું હતું
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy