SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ • પણ એ ધર્મ નહિ પામે તે પાપ કરશે, અને પરભવમાં પાપ ભોગવતાં એની કેવી દશા થશે? એવી દયા લાવજે. તમે ભગવાન મહાવીરના સંતાન છે. એ આપણા પરમ પિતા પ્રભુ મહાવીરની દુનિયાના સમગ્ર જીવો પ્રત્યે કેવી કરૂણ દષ્ટિ હતી કે આખા વિશ્વનું હું કલ્યાણ કરું. બધા જ જન્મ-જરા અને મરણના દુઃખેમાંથી મુક્ત થાય અને શિવરમણને વરે. આવી મહાન કરૂણા–ભાવનાએ એમને ભગવાન (મહાવીર) બનાવ્યા હતાં. આજે જગત ઉપર નજર કરીએ તે કયાંય કરૂણાનું અમી દેખાતું નથી. મનુષ્યની આંખમાંથી ક્રોધ-ઈષ્ય અને તિરસ્કારની આગ ઝરતી દેખાય છે. આજે જીવ જીવને ચાહત નથી. શ્રીમતેને ગરીબ ઉપર ધિકાર છૂટે છે. સત્તાધારી પ્રજાને ચારે તરફથી પડી રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં માણસ સુખ કે શાંતિને અનુભવ કયાંથી કરી શકે? એક જમાને એ હતું કે ધર્મિષ્ઠ માણસો સવારમાં ઉઠીને પહેલાં મેંમાં દાતણ નાંખતા નહિ. પણ ભગવાનની પ્રાર્થના કરતા. કંઈક માતાએ રોટલા બનાવતાં પહેલાં સૌથી પહેલો રોટલે બનાવીને કૂતરા માટે જુદે મૂકી દેતી. શ્રીમતે બારે માસ માટે સદાવ્રત ખેલતાં. પાંજરાપોળમાં લૂલાં-લંગડાં અને વસૂકી ગયેલાં અનાથ ઢેરેને પોષવામાં મદદ કરતાં. ગરીબેને ગુપ્તદાન કાયમ આપતાં. આ હતી શ્રાવકેની કરૂણું. આજે તે ઉઠીને ભગવાનનું નામ પણ ભૂલી ગયાં, અને સવારના પહોરમાં ન્યુઝપેપર. બસ, તેમાં ચાર કથા સિવાય બીજું શું છે! બંધુઓ! સવારમાં ઉઠીને સંતદર્શન કરવા, પ્રભુની પ્રાર્થના કરવી, સંતના મુખેથી વરસતી વીરવાણીનું પાન કરવું, સંતેની કરૂણતા તે શ્રાવકની કરૂણતા કરતાં પણ વિશિષ્ટ પ્રકારની છે. જગતના કલ્યાણ માટે જ સંતેનું જીવન છે. તેની સાધના સો ટકાની હોય ત્યારે એ સાધનાને શિર ઝૂકાવતા શ્રાવકેના જીવનમાં પાંચ ટકા જેટલે ત્યાગ આવે, તપ પ્રગટે અને કરૂણાનું એકાદ મેજું તે આવી જાય. એક વખત એક સંન્યાસીના પગે ગુમડું થયું. તે પાકી જવાથી ખૂબ રસી થઈ ગઈ. સંન્યાસીને દેહ પ્રત્યે જરા પણ મમતા ન હતી, છેવટે ગુમડાની રસીમાં કલકલ છવાત થઈ ગઈ. એક વખત ગામના દરબાર એ સંન્યાસીના દર્શનાર્થે આવ્યા. તેમણે સંન્યાસીના પગે થયેલું મોટું ગુમડું જોયું. મુખ ઉપર આત્મ મસ્તીનું સરવરીયું છલકાઈ ગયેલું પણ જોયું. દરબારશ્રી મને મન બેલી ઉઠયા. અહે! કેવા બેફિકર ફકીર છે. હું એમને પૂછીશ તે સેવા કરવાની રજા આપશે નહિ. મારે જ મારું કર્તવ્ય બજાવવાનું રહ્યું. રાજગઢમાં જઈને દરબારે રાજવૈદ્ય લાવ્યા, અને પિલા સંતની સેવા કરવા * મોકલ્યા. સાંજ પડતાં માંડ માંડ સંતને પત્તો મળે. તેઓ એકલાં વૃક્ષ નીચે બેઠા હતાં. અને બેલતા હતાં કે તમે શા માટે ગુમડામાંથી નીચે પડે છે ત્યાં તો મરી જશે. તમારું જીવન મારા ગુમડાની રસીમાં જ છે, માટે જંપીને એમાં જ બેસી રહે
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy