SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ હક પ્રભુ મહાવીર અથાગ પુરુષાર્થ કરી, પ્રમાદને ત્યાગ કરી કર્મનાં દેણ ચૂકાવી કામ કાઢી ગયા. આજે માનવ થોડું ઘણું ધર્મધ્યાન કરે છે ત્યાં મનમાં એમ થાય છે કે અમે ઘણું કર્યું પણ હજુ તે કંઈ જ કર્યું નંથી. મહાન પુરૂષ આખો માર્ગ પસાર કરી ગયાં જ્યારે આપણે તે હજુ ચાલવાની શરૂઆત પણ કરી નથી. તેમના આત્મા ઉપર રહેલાં કર્મોના આવરણ ખસીને ઝળહળતા કેવળ જ્ઞાનરૂપી સૂર્યને ઉદય થઈ ગયે. જ્યારે આપણાં આત્મામાં હજુ અરૂણોદય પણ પ્રગટ નથી. તેઓ આત્માની પૂર્ણતાને પામી ગયા. જ્યારે આપણે તે હજુ અપૂર્ણ જ છીએ. તેઓ પર્વતની ટોચે પહોંચી ગયા અને આપણે તે હજુ તળેટી સુધી પહોંચ્યા નથી. આજે પણું મન હજુ ક્ષણિક સુખ મેળવવા માટે તલસી રહ્યું છે, જ્યારે મહાન પુરૂષે શાશ્વત સુખના ભોક્તા બની ચૂક્યા છે. આપણે આત્મા હજુ જન્મ-મરણના ફેરા ઘૂમી રહ્યો છે, જ્યારે મહાન પુરૂ અજરામર સ્થાને પહોંચી ગયા છે. તેઓ ભગવાન બની ગયા અને આપણે તે હજુ ભવમાં ભટકતા રહી ગયા છીએ. મહાન પુરૂષના આત્મામાં અને આપણુ આત્મામાં ઘણું અંતર છે. છતાં પુરૂષાર્થ દ્વારા એ અંતરને દૂર કરી શકવા માટે મનુષ્ય સમર્થ છે. ભરતક્ષેત્રમાં પ્રભુના નિર્વાણથી આજે અરિહંતને વિગ પડે છે. આજે આપણને કંઈ શંકા થાય છે તેનું સમાધાન કરનાર અરિહંત મજુદ નથી. દુનિયામાં બધા વિયેગ કરતાં મોટામાં મોટો વિયેગ હોય તે અરિહંતને છે. દિવાળીને દિવસ આપણા માટે વિયેગને છે. ખાઈ-પી, સારાંકપડાં પહેરી, દારૂખાનું ફેડી જલસા ઉડાવવા માટે આ દિવાળી નથી. પણ પરમ પિતાના રહે ચાલી આત્મ સ્વરૂપની પિછાણું કરવાનું આ પર્વ છે દિવડા કેવા હોય ! બહેને દિવાળીમાં કેડિયામાં તેલના દિવા પ્રગટાવે છે. એ દિવામાં કેટલા ની હિંસા થાય છે? જ્ઞાની કહે છે તમે દિવડા કેવા પ્રગટાવે? અંતરમાં જ્ઞાનના એવા ઉજજવળ દિપક પ્રગટાવે કે જેથી અજ્ઞાન રૂપી અંધકારને સંપૂર્ણપણે નાશ થઈ જાય. પૂજા કરે તો આત્મ સ્વરૂપની પિછાણ કરી ચૈતન્ય સ્વરૂપ રૂપી લક્ષમીની પૂજા કરે કે ફરીને આ જડ લક્ષમીની પૂજા ન કરવી પડે. ઘણુને ત્યાં દિવાળીને દિવસે રાત્રે શારદા પૂજન કરે છે. પણ તમે શારદા-સરસ્વતી રૂપી ભાવથુત કેવળજ્ઞાનની એવી પૂજા કરે કે ફરીથી લૌકિક શારદાપૂજન કરવું જ ન પડે. અને મેહરાગ-દ્વેષના ફટાકડા એવા ફટફટ ફોડી નાંખે કે જેથી સંસારમાં ભ્રમણ કરીને ફટફટ થવાને પ્રસંગ ન આવે. બાહ્ય વસ્ત્ર–આભૂષણો પહેરીને આ દેહને ઘણે સજાવ્યો, પણ તેથી આત્માની સિદ્ધિ ન થઈ. હવે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપી વસ્ત્રાભૂષણેથી દેહને સજા કે આ લૌકિક વસ્ત્રાભૂષણની જરૂર ન પડે. ભજન ઘણું કર્યું પણ ભૂખ મટી નહિ. હવે જ્ઞાનામૃતનું અપૂર્વ મિષ્ટાન્ન આરોગી લ્યો કે જેથી ફરી પૌગલિક મિષ્ટાન્ન આરોગવા ન પડે. જે આત્માં આવું સમજે તેણે સાચી દિવાળી ઉજવી કહેવાય. બંધુઓ !
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy