SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુની અંતિમ વાણી એવું ઉત્તરાધ્યયન સૂત્ર, જેના છત્રીસ અધ્યયન છે. તેમાં ચૌદમું અધ્યયન. જેમાં છ ઇવેને અધિકાર ચાલે છે. પુણ્યવાન છે કેવી નગરીમાં ઉત્પન્ન થયાં તે નગરીનું વર્ણન થઈ ગયું. જે નગરીની પ્રજા ધર્મિષ્ઠ છે, જે કુટુંબમાં ત્યાગ વૈરાગ્યના કુવારા ઉડે છે ત્યાં પવિત્ર છે આવીને ઉત્પન્ન થયા છે. આપણે જે કુળમાં ધર્મનું નામ નિશાન નહિ હોય તેવા કુળમાં પણ ઉત્પન્ન થઈ આવ્યા છીએ. અત્યારે તે આદેશ, ઉત્તમકુળ, કેવળ પ્રરૂપિત ધર્મ અને જિનવાણુંનું શ્રવણ બધું જ મળ્યું છે. હવે આચરણ કરવાનું જ બાકી છે. જેમ કેઈ બહેનને રોટલી બનાવવી છે તે કણક, સગડી, તાવડી, ચીપીઓ-બધીજ સામગ્રી મેજુદ છે પણ રોટલી બનાવવાની કિયા તે તેણે જ કરવી પડશે. તમે ઘરે ગયા. શ્રીમતીજીએ પાટલે મૂકી ભાણામાં બધુંજ પીરસી દીધું પણ ખાવાની ક્રિયા તે પિતાને જ કરવી પડે છે, તેમ આપણને અહીં ધર્મારાધના કરવાના બધા જ સાધને મળ્યાં છે. એ સાધનો દ્વારે સાધક બનવાને પુરુષાર્થ તે આત્માએ જ કરવું જોઈએ, કારણ કે પુરૂષાર્થ એ પૂર્ણિમા છે અને આળસ એ અમાસ છે. પૂર્ણિમા પ્રકાશ છે અને અમાસ અંધકાર છે. માટે પ્રકાશ જોઈને હોય તે પુરૂષાર્થ કરો. છ આત્માએ કેવા હતા, કેવી રીતે આ નગરીમાં ઉત્પન્ન થયા તે વાત નીચેની ગાથામાં શાસ્ત્રકાર ભગવંત બતાવે છે. સકમ્મ મેસેણ પુરાણું, કુલે સુદગેસુ ય તે પસુયા છે નિવિણ સંસાર ભયા જહાય, જિણિંદ મગં સરણે પવન્ના છે ઉ. અ ૧૪-૨ પૂર્વભવમાં કરેલાં કર્મોને ખપાવતાં શેષ થોડાં કર્મો બાકી રહી ગયા છે. કર્મો શુભ અને અશુભ એમ બે પ્રકારના છે. કર્મો શુભ હોય કે અશુભ હેય પણ કર્મ તે કર્મ જ છે. બેડી તે સેનાની પણ હોય અને લોખંડની પણ હય, શુભ કર્મ સોનાની એકી છે અને અશુભ કર્મ લેખંડની બેડી છે. એમ તમને થતું હશે કે મારે ઘેર તે શૈભવની છેળે ઉછળે છે, મારા જેવો સુખી કેણ છે? પણ બંધુઓ ! તમને એ સુખ મીઠા અને મધુર લાગતાં હોય, પણ યાદ રાખજો કે | | મધુરા મીઠાં ને મનગમતાં પણ બંધને અંતે બંધન છે, | લઈ જાય જન્મના ચકરાવે, એવું દુઃખદાયી આલંબન છે,' હું લાખ મનાવું મનડાને (૨) પણ એકજ એને ઉંહકારે.... બંધન. તમે શુભ કર્મના પાંજરામાં પુરાયા છે. જેમ કેઈ નેતા જેલમાં પૂરા છે. નેતાઓને જેલમાં ખેતીવાડી કે મજુરી કરવી પડતી નથી. ત્યાં તે એમને એશઆરામથી રહેવાનું મળે છે. રેડિયે વગાડવાને, છાપુ વાંચવાનું વગેરે બધી જ સગવડ મળે છે, છતાં કઈ પૂછે કે ફલાણા નેતા અત્યારે કયાં છે તે શું કહેવાશે? જેલમાં છે. તેમ આ તમને મનગમતા ગમે તેટલાં સુખ મળતાં હોય પણ આ એક પ્રકારની જેલ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy