SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ શહેશે. ફૂટી નહિ જાય, પણ આ કાયા તે કાચા ઘડા કરતાં પણ કાચી છે. એને ગમે ત્યાં રાખે પણ ફૂટયા વિના નહિ રહે. આ તમે નજરે દેખે છે પણ હજુ ભાન થતું નથી. ચાર દેશમાં ચાર પ્રત્યેક બુદ્ધ થઈ ગયા. તેમને રહેજ નિમિત્ત મળતાં સમજી ગયા, करकण्डु कलिंगेसु, पंचालेसु य दुम्मुहो। ' નમીયા વિહેવું, જાણું ચ રમાઈ ઉ. અ. ૧૮-૪'' - કલિંગ દેશમાં કરકંડૂ રાજા, પંચાલ દેશમાં દુર્મુખ રાજા, વિદેહ દેશમાં નમી રાજા, અને ગંધાર દેશમાં નિગતિ રાજા થઈ ગયા. આ ચારે ય રાજાઓને નિમિત્ત મળતાં સંસારનું સ્વરૂપ સમજી રાજપાટ છેડીને દીક્ષા લઈને મેક્ષમાં ગયા. કલિંગ દેશમાં કરકંડૂ રાજાને એક વાછરડો જોઈને વૈરાગ્ય આવ્યું. જે વાછર પહેલાં જે હતું ત્યારે તે મદમસ્ત ચૂંટી ખણે ને લેહી નીકળે એ બળવાન હતે. અમુક વર્ષો પછી એ જ વાછરડાને તેણે જોયો. એ જોઈને કરકંડુ રાજાના મનમાં એ વિચાર આવ્યું કે અહો ! આ જ વાછરડે એક વખત કે હતો! અને અત્યારે કે દુર્બળ બની ગયે છે ! ચાલે છે તે હાંફી જાય છે, મોઢામાં ફીણ આવી ગયાં છેશા પર માખીઓ બણબણે છે, તે ઉડાડવાની પણ એનામાં તાકાત નથી. આ શરીરનો સ્વભાવ આવે જ છે. કેને ખબર કાલે મારા શરીરની પણ આવી દશા નહિ થાય! આટલા વિચારે વૈરાગ્ય આવી ગયા. શાસ્ત્રનું વાંચન કર્યું ન હતું. ગુરૂની વાણી પણ નહોતી સાંભળી. નિમિત્ત મળતાં રહેજમાં જાગી ગયા. તેમને તે કેટલાંય નિમિત્તો મળતાં હશે તે પણ જાગતા નથી. તમારી સામે જ વૈરાગ્યની વાત કરું છું કે ભૂગ પુરોહિતના બે પુત્ર એક જ વાર સંત દર્શનથી જાગી ગયાં. પુત્રના નિમિત્તે પુરોહિત પણ જાગી ગયે. અને એની પત્ની યશા પણ હવે જાગશે. પણ મારા મહાવીરના પુત્ર જાગતા નથી. આજે વિજ્ઞાને ઘણું સાધનની શોધ કરી છે. તેમાં જે વોટરપ્રુફ છે તેના ઉપર ગમે તેટલું પાણી રેડે તે પણ તેને પાણીની અસર થતી નથી. તે પલળશે નહિ. બીજું અનિપ્રફ અગ્નિકુફ વસ્તુને ગમે તેટલી ભડભડતી અગ્નિમાં નાંખે તે પણ તે બળશે નહિ. તેમ મારા શ્રાવકના હૃદય અને મગજ તે એવા પ્રવચનકુફ બની ગયાં છે કે ગમે તેટલાં મહાન પુરૂષે વીતરાગ વાણીને તેમના ઉપર વરસાદ વરસાવે પણ પીગળે જ નહિ. મને તે ઘણી વખત વિચાર થાય કે આટલું આટલું સાંભળવા છતાં આત્માઓને વૈરાગ્ય કેમ નહિ આવતે હેય! પણ જ્યાં પ્રવચનપ્રુફ થઈ ગયા હોય ત્યાં કયાંથી અસર થાય? (હસાહસ) દેવાનુપ્રિયે ! કંઈક સમજે. સમજ્યા વિના ઉદ્ધાર થવાને નથી. ભગુ પુરોહિત તેની પત્નીને કહે છે હે પત્ની ! તારા મનમાં એમ થાય છે કે મારે પતિ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy