SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ સત્કર્મનું જળ ભરવામાં આવ્યું નહિ અને તે ઘડો ફૂટી ગયે. એટલે આ ઘડે આપણને ઘડ–દોણી લેવાનું કહે છે કે ઘડો ફૂટે તે પહેલાં સત્કર્મનું શિતળ જળ તેમાં ભરી લે. બંધુઓ! તમે આ દિવસ વેપાર કરે છે અને સાંજે દિવસ ભરની મહેનતને તમને કેટલે નફે થયે એને કસ કાઢે છે. જે લાભ ન થયું હોય તે ખોટ કેટલી ગઈ તેને પણ કસ કાઢે છે. મૃત્યુ પણ જીવનના વેપારને કસ કાઢવા માટે સંધ્યાકાળ છે. જીવનની એ સંધ્યાએ જોવાનું એ છે કે જીવનમાં કેટલું મેળવ્યું છે? જેણે મૃત્યુની કળાને સાધ્ય કરી છે, જેણે મૃત્યુને જાણી લીધું છે તે પહેલેથી જ મૃત્યુને ભેટવા માટે તૈયાર રહે છે. તે હસતાં હસતાં મૃત્યુને ભેટતાં સહેજ પણ અચકાતા નથી. તેમજ મૃત્યુને ટાળવાનાં પ્રયત્ન પણ કર્તા નથી. દેવાનુપ્રિયે ! મૃત્યુ તે બંને પ્રકારના લેકોને જરૂર આવવાનું છે, એ વાત તે નક્કી છે. જે તન, ધન તેમજ કુટુંબ ઉપર ઊંડી આસક્તિ રાખે છે તેને પણ મરવાનું છે, અને જે નિરાસકત રહે છે તેને પણ મરવાનું છે, જે દુઃખના સમયે ગભરાય છે તે પણ મરશે અને હસતે હસતે સમભાવથી દુઃખને સહન કરે છે તે પણ મરશે. પરંતુ બંનેના મૃત્યુમાં મોટું અંતર છે. દિવસ-રાત જેટલું અંતર છે. દેહધારી બધા પ્રાણીઓને કોઈ ને કોઈ દિવસે મરવાનું તે છે જ, પરંતુ એક ધીરતાપૂર્વક મૃત્યુને ભેટે છે જ્યારે બીજે કાયરની જેમ મરે છે. એક સત્ય-શીલની આરાધના કરતે મરે છે, ધર્મ પાલન કરતે મરે છે, બીજે શીલ-સદાચાર અને ધર્મવિહેણું જીવન વીતાવતે મરે છે. બંનેમાં જે ધીરતાપૂર્વક કે શીલારાધના કરતે મૃત્યુને પ્રાપ્ત કરે છે તેનું મૃત્યુ શ્રેષ્ઠ છે, કાયરની જેમ રેતાં કકળતાં મરવું તેના કરતાં સંયમશીલ રહીને ધૈર્યપૂર્વક હસતાં હસતાં મોતને ભેટવું સારું છે. જૈન શાસ્ત્રોમાં અજ્ઞાન યુક્ત, કેઈ સત્કર્મ કર્યા વિનાના, કેઈ પ્રકારનું ધમપાલન કર્યા વિનાના, રતાં કકળતાં મરણને બાલમરણ કહ્યું છે. અને જ્ઞાનયુક્ત, સદાચાર, સંયમ તથા ધર્મપાલન સાથેના હસતાં મરણને પંડિત મરણ કહ્યું છે. બાલ મરણને વાસ્તવિક 1 અર્થ મૃત્યુના રહસ્યને નહિ સમજનારનું મરણ છે. બાલ મરણમાં મોટું નુક્સાને એ થાય છે કે માનવી કંઈ પણ તૈયારી વિના, ધર્મપાલન કર્યા વિના, દુઃખથી પીડિત થઈને મરે છે. એથી ઉલટું પંડિત મરણથી મરનાર વ્યક્તિ પોતાના જન્મ-મરણને મર્યાદિત કરી લે છે. અથવા કેઈ ઉત્કૃષ્ટ સમાધિ મરણથી મરે તે સદાને માટે જન્મ-મરણની બેડીઓ તેડી નાખે છે. કે ધર્મ માટે, પિતાના આદર્શો માટે તથા સત્ય માટે મરી ફીટનારાઓની સંખ્યા દુનિયાના ઈતિહાસમાં ભલે ઓછી હોય છતાં એ બધા બનાવે પ્રકાશ પ્રત્યે પ્રેરણા આપનારા આવા લેકે પિતાના જીવનમાં જ્યાં સુધી જીવતા રહ્યા ત્યાં સુધી આદર્શ,
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy